બ્રિટિશ PM બોરિસ જાેનસન એપ્રિલમાં ભારત આવશે
લંડન: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસન એપ્રિલ મહિનાના અંતમાં ભારતનો પ્રવાસ કરશે. ખાસ વાત એ છે કે જાેનસનનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હશે. આ પહેલા ગણતંત્ર દિવસના અવસરે મુખ્ય અતિથિ તરીકે તેઓ ભારત આવવાના હતા, પરંતુ કોરોના વાયરસના કેસ ફરી એક વાર વધવાના કારણે તેઓએ ભારત પ્રવાસ રદ કરી દીધો હતો. જાેકે, ત્યારે તેઓએ વાયદો કર્યો હતો કે ટૂંક સમયમાં ભારત આવશે. સમાચાર એજન્સી રોઇટર્સે વડાપ્રધાન બોરિસ જાેનસનના કાર્યાલયના હવાલાથી તેમના પ્રવાસની જાણકારી આપી છે.
સરકારનું કહેવું છે કે તેઓ આવનારા વર્ષો માટે સરકારની નીતિની એકીકૃત સમીક્ષાના હિસ્સાના રૂપમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે. સરકારના જણાવ્યા અનુસાર, આ ક્ષેતર મોટા સ્તર પર દુનિયાના જિયોપોલિટિકલ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રિટનના વડાપ્રધાન તરફથી ભારત પ્રવાસની પુષ્ટિ બે પ્રવાસ રદ થયા બાદ થઈ છે. આ દરમિયાન બ્રિટનમાં કોવિડ-૧૯ના કેસ વધવાને કારણે જાેનસને ભારતનો પ્રવાસ રદ કરી દીધો હતો. જાન્યુઆરીમાં બંને દેશોની વચ્ચે કારોબારની ચર્ચા વધારવાના ઈરાદાથી પહોંચી રહ્યા હતા.
ડાઉનિંગ સ્ટ્રીટે ઘોષણા કરી હતી કે જાેનસન જાન્યુઆરી ૨૦૨૧ને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા માટે પ્રવાસ કરશે. આ સમગ્ર યૂનાઇટેડ કિંગડમમાં નોકરીઓ અને રોકાણકારોનું સમર્થન કરે છે. ગત મહિને બ્રિટને કોમ્પ્રેહેંસિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપમાં સામેલ થવા માટે ઔપચારિક અનુરોધ કર્યો છે. સાથોસાથ દેશે એસોસિએશન ફોર સાઉથઇસ્ટ એશિયન નેશન્સની મંત્રણામાં ભાગીદાર બનવા માટે પણ વિનંતી કરી છે. ગત ડિસેમ્બર મહિનામાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે લખ્યું હતું કે, અમે ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા અને સમગ્ર દુનિયાના વેપારી સોદા પર નજર રાખી રહ્યા છીએ. ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં. તેઓએ તેને ભવિષ્યનું મોટું બજાર ગણાવ્યું હતું.