બ્રિટીશ વડાપ્રધાન ગણતંત્ર દિવસ પર મહેમાન રહેશે
નવીદિલ્હી, બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જાનસન આ વખતે ગણતંત્ર દિવસ પર ભારતના રાજકીય મહેમાન થઇ શકે છે.ગત દિવસો જાેનસનની સાથે ટેલીફોન પર વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વયં તેમને તેનું આમંત્રણ આપ્યું હતું સુત્રો અનુસાર બ્રિટીશ સરકારે આ આમંત્રણ પર પોતાની મંજુરી મારી છે. એ યાદ રહે કે મોદી અને જાેનસન વચ્ચે ૨૭ નવેમ્બરે વાતચીત થઇ હતી માનવામાં આવી રહ્યું છે કે કોરોના મહામારીએ જે રીતે વૈશ્વિક કુટનીતિ અને અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે તેને ધ્યાનમાં રાખી બંન્ને દેશો પરસ્પર સંબંધોને નવી દિશા આપવા પર વિચાર કરી રહ્યાં છે વાતચીતમાં વડાપ્રધાને તેમને ગણતંત્ર દિવસ પર ભારતમાં આવવા આમંત્રણ આપ્યું હતું.
અંતિમવાર વર્ષ ૧૯૯૩માં બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન જાેન મેજર ગણતંત્ર દિવસ પર રાજકીય મહેમાન બન્યા હતાં. વર્ષ ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદ મોદી દર વર્ષે વૈશ્વિક કુટનીતિના દમદાર વ્યક્તિઓને ગણતંત્ર દિવસ પર રાજકીય મહેમાન તરીકે આમંત્રિત કરે છે.
જાેનસનના રાજકીય મહેમાન બની ભારતના સત્તાવાર પ્રવાસે આવવું ફકત દ્વિપક્ષીય સંબંધોમાં વર્તમાન શિથિલતાને દુર કરશે એટલું જ નહીં બદલાતા પરિવેશ હેઠળ નવા લક્ષ્ય નક્કી કરી શકાશે.ભારત અને બ્રિટેન વચ્ચે હજુ બે સૌથી મહત્વપૂર્ણ મુદ્દા છે જેના પર ખુબ ગંભીરતા ચર્ચાની જરૂરત છે હિંદ પ્રશાંત સાગર ક્ષેત્રમાં બંન્ને દેશોની પરસ્પર ભાગીદારીનો માર્ગ કાઢવો અને મુકત વ્યાપાર ક્ષેત્રને લઇ વાતચીત શરૂ કરવાની છે ફેબ્રુઆરી ૨૦૨૦માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ભારત યાત્રા બાદ કોઇ બીજા વૈશ્વિક નેતાએ ભારતની યાત્રા કરી નથી.HS