બ્રિટીશ વડાપ્રધાન બોરિસે યુએનમાં ભારતની પ્રશંસા કરી
લંડન, બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જાેનસને સંયુકત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન ભારતની પ્રસંસા કરી હતી તેમણે કોરોના વાયરસ વેકસીનની સારવાર માટે યોગ્ય વેકસીનને વિકસિત કરવાના વિશ્વાસ ઉમેદવાર તરીકે ભારતની પ્રશંસા કરી તેમણે કહ્યું કે બ્રિટીશ કંપી એસ્ટ્રાજેનેકા ભારતની સીરમ ઇસ્ટીટયુટ ઓફ ઇન્ડિયાની સાથે મળી આ વેકસીનના કરોડો ડોઝ બનાવવાની તૈયારી કરી રહી છે.
બ્રિટીશ વડાપ્રધાને વેકસીન વિકસીત કરવાના ઓકસફોર્ડ વિશ્વ વિદ્યાલયના પ્રયાસોનો ઉલ્લેખ કરતા જાહેરાત કરી કે જાે આ પરીક્ષણ સફળ રહ્યું તો તેની પહોંચ દુનિયાના તમામ દેશો સુધી થશે એ યાદ રહે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંયુકત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનમાં ભારતની કોરોના વાયરસ વેકસીનને લઇ આવી જ જાહેરાત કરી હતી.બોરિસ જાેનસને સંયુકત રાષ્ટ્ર મહાસભાના પોતાના ડિઝીટલ સંબોધનમાં કહ્યું હતું કે એવા ૧૦૦ સંભવિત વેકસીન છે જે સુરક્ષા અને પ્રભાવકારિતાના અવરોધોને દુર કરવાનો પ્રયાસ કરી રહી છે ઓકસફોર્ડ દ્વારા વિકસિત કરવામાં આવેલ ટીકા પોતાના પરીક્ષણના ત્રીજા તબકકામાં છે અને કંપની એસ્ટ્રાજેનેકા પહેલા જ તેની કરોડો ખુરાકનું ઉત્પાદન કરવામાં લાગી છે આવામાં તેને સફળ થવાની સુરતમાં તેજીથી ટીકાનું વિતરણ કરી શકાય છે.
જાેનસને વાયરસ જેવા એક સામાન્ય દુશ્મનના ઉકેલ માટે વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય સહયોગ પર ભાર મુક્યો છે અને તમામથી સીમાપારના દેશોની સાથે મતભેદને દુર કરવાની પણ વિનંતી કરી છે તેમણે કહ્યું કે કોરોના વાયરસની વિરૂધ્ધ લડાઇના ૯ મબીના બાદ હવે દુનિયાએ તેની વિરૂધ્ધ એક થવાની તાકિદે જરૂરત છે.HS