બ્રેકઅપના બે વર્ષ બાદ પહેલીવાર જાહેરમાં મળ્યા સારા-કાર્તિક
મુંબઈ, ફિલ્મ ‘લવ આજ કલ ૨’ના શૂટિંગ વખતે બોલિવુડ એક્ટર્સ સારા અલી ખાન અને કાર્તિક આર્યન બંને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા હતી. જાે કે, ફિલ્મ ૨૦૨૦માં જ્યારે રિલીઝ થઈ તે પહેલા જ બંનેનું બ્રેકઅપ થયું હોવાના રિપોર્ટ્સ હતા.
બે વર્ષ બાદ, કાર્તિક અને સારાનું પહેલીવાર જાહેરમાં એક ઈન્ટરનેશનલ મેગેઝિનની એવોર્ડ સેરેમનીમાં મિલન થયું હતું. જાે કે, બંને વચ્ચે વધારે વાતચીત થઈ નહોતી.
એવોર્ડમાંથી અંદરની જે તસવીર સામે આવી છે તેમાં કાર્તિકે સારાનો હાથ પકડ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ સિવાય કરિયરમાં મેળવેલી ઉપલબ્ધિઓથી સન્માનિત કરાયેલા બંને તેમના હાથમાં ફ્રેમ પકડીને ઉભા જાેવા મળી રહ્યા છે.
ઈવેન્ટ માટે, સારા અલી ખાન બ્લૂ અને બ્લેક કલરનું શિમરી આઉટફિટ પહેર્યું હતું જ્યારે કાર્તિક વ્હાઈટ કલરના ફોર્મલમાં હેન્ડસમ લાગી રહ્યો છે. લવ આજ કલ ૨’માં કામ કરતાં પહેલા સારા અલી ખાન તેના પિતા સૈફ અલી ખાન સાથે કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ની મહેનત બની હતી.
આ સમયે તેણે તેને કાર્તિક પર ક્રશ હોવાની વાત કરી હતી. જે બાદ સારા એ જેટલા પણ ઈન્ટરવ્યૂ કર્યા તે તમામમાં તેણે કાર્તિક આર્યન પર ક્રશ હોવાનું કહ્યું હતું. થોડા અઠવાડિયા બાદ ફિલ્મની જાહેરાત થઈ હતી, શૂટિંગ દરમિયાન તેમણે એકબીજા સાથે ઘણો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.
જાે કે, ‘લવ આજ કલ ૨’ની રિલીઝ પહેલા જ બંનેના માર્ગ અલગ થઈ ગયા હતા. તેમના બ્રેકઅપનું કારણ જાે કે હજી પણ સ્પષ્ટ થયું નથી અને બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. સારા અલી ખાન સાથે બ્રેકઅપ થયા બાદ કાર્તિક આર્યનનું નામ જ્હાન્વી કપૂર સાથે પણ જાેડાયું હતું.
બંને ફિલ્મ ‘દોસ્તાના ૨’માં સાથે કામ કરવાના હતા. જાે કે, રિપોર્ટ્સ પ્રમાણે કોઈ વાતથી કાર્તિક અને જ્હાન્વી વચ્ચે ઝઘડો થતાં તેઓ અલગ થયા હતા, ત્યારબાદ કરણ જાેહરે એક્ટરને ફિલ્મથી બહારનો રસ્તો દેખાડ્યો હતો.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, કાર્તિક આર્યન હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૨’ પ્રમોટ કરવામાં વ્યસ્ત છે. જેમાં તે કિયારા અડવાણી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતો જાેવા મળશે. આ સિવાય તેણે હાલમાં જ ક્રીતિ સેનન સાથે ફિલ્મ શહેઝાદાનું મોરેશ્યસમાં શૂટિંગ કર્યું હતું.SSS