Western Times News

Gujarati News

બ્રેકઅપ બાદ યુવતીએ ૨૩ લાખની બાઇક ફૂંકી મારી

બેન્કોક: પ્રેમમાં દગો થતાં લોકો અલગ-અલગ રીતે પોતાના ગુસ્સાને વ્યક્ત કરતા હોય છે. ઇન્ટરનેટ પર એક આવો જ આશ્ચર્યમાં મૂકનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક યુવતી પોતાના એક્સ બોયફ્રેન્ડની બાઇકને આગને હવાલે કરી દે છે. આ સુપરબાઇકની કિંમત ૨૩ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ વીડિયો થાઇલેન્ડનો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે એક યુવતી પેટ્રોલનું ગેલન સુપરબાઇક પર ખાલી કરી દે છે અને પછી લાઇટરથી આગ ચાંપી દે છે. રિપોર્ટ્‌સ મુજબ, યુવતીએ પોતાના એક્સ બોયફ્રેન્ડની બાઇકને એટલા માટે આગ લગાવી દીધી, કારણ કે તેણે બ્રેકઅપ કરી દીધું હતું.

યુવતીનું સુપરબાઇક પર ગુસ્સો ઠાલવવાનું કૃત્ય પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુવતી પોતાના એક્સ બોયફ્રેન્ડથી બદલો લેવા માટે બેન્કોનના શ્રીનાખરિનવિરોટ યુનિવર્સિટી પહોંચી હતી. જ્યાં તે કામ કરે છે.

યુવતીએ જ પોતાના એક્સ બોયફ્રેન્ડને આ બાઇક ગિફ્ટ આપી હતી. આ ઘટનાથી કોઈને નુકસાન પહોંચ્યું નથી. પરંતુ બાઇકની પાસે પાર્ક કરવામાં આવેલા ૬ વાહનો પણ આગની ઝપટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડે પાર્કિંગમાં પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો. હાલ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને મહિલા પર આગચંપી કરવાનો આરોપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.