Western Times News

Gujarati News

બ્રેન સર્જરી બાદ મુખર્જીને વેન્ટિલેટર ઉપર રખાયા

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

નવી દિલ્હી,  આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના મગજમાં લોહીની ગાંઠની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે. તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. કોવિડ -૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોમવારે સવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ રૂટિન તપાસ દરમિયાન પોઝિટિવ આવ્યો હતો.

આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે સર્જરી પછીના કેટલાક કલાકો નિર્ણાયક બનશે કારણ કે તેઓને વેન્ટિલેટર સપોર્ટની જરૂર છે, જો તેઓ કોવિડ પોઝિટિવ ન હોત તો વેન્ટિલેટર સપોર્ટની જરૂર ન પડત. ૮૪ વર્ષીય પ્રણવ મુખર્જીએ સોમવારે ટિ્‌વટ કરીને જણાવ્યું કે, ‘હોસ્પિટલમાં અલગ-અલગ ટેસ્ટ દરમિયાન કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ છેલ્લા અઠવાડિયામાં જે લોકો તેમની સંપર્કમાં આવ્યા છે તેમને સેલ્ફ આઈસોલેટ કોરોનાનો ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી.

સૂત્રોએ કહ્યું કે પ્રણવ મુખર્જી ક્રિટિકલ છે. મગજમાં લોહીની ગાંઠની સર્જરી દરમિયાન તેઓને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર હતી. સામાન્ય રીતે સર્જરી બાદ દર્દીને વેન્ટિલેટર પરથી હટાવી લેવામાં આવે છે. જોકે, હાલની પરિસ્થિતિમાં ડોકટરો આવું કરવામાં અસમર્થ છે કારણ કે તેઓ કોવિડ -૧૯થી પીડિત છે.’ એક સૂત્રએ ઉમેર્યું હતું કે, હવે પછીના કેટલાક કલાકો નિર્ણાયક બનશે.’ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સોમવારે દિવસ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. રાજનાથ સિંહ આશરે ૨૦ મિનિટ સુધી હોસ્પિટલમાં હતા.SSS

રાષ્ટ્રપતિ મુખર્જી ક્રિટિકલ છે તેમજ આગામી કેટલાક કલાકો નિર્ણાયક બનશે: હોસ્પિટલ સ્ટાફે માહિતી આપી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.