બ્લુ બેલ પબ્લીક સ્કુલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની ગણિત સ્પર્ધામાં ઝળક્યા
(પ્રતિનિધિ) ગોધરા : અત્યંત અઘરી ગણાતી ગણિતની આ સ્પર્ધામાં ૮ મીનીટમાં ર૦૦ દાખલા ગણવાના હોય છે. હાલમાં જ યુસીએમએએસ દ્વારા કલકત્તામાં નીક્કો પાર્ક ખાતે આ પ્રકારની ગણિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લુ બેલ પબ્લીક સ્કુલના ૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચારેય વિદ્યાર્થીઓએ ટોપ-૧૦ માં સ્થાન પ્રાપ્ત કરી ગોધરા તથા શાળાનું ગૌરવ રાષ્ટ્રીયસ્તરે વધારેલ છે. શાળાના વિદ્યાર્થી હાશીમ ઉમરજી એ ર૦૦ પૈકી ૧૯૯ સાચા દાખલા ગણી રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે જયારે ઝુબેર એહમદ આલમ પાંચમા ક્રમે અને નવીદ એહમદ આલમે તથા સુમેર ઉમરજી એ મેરીટ અંક પ્રાપ્ત કરેલ છે.
આવનારા સમયમાં યુસીએમએએસ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કંબોડીયા ખાતે યોજાનાર છે વિજેતા વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા તથા આંતરરાષ્ટ્રીય લેવલે વિજેતા બની ગોધરાનું નામ વિશ્વ કક્ષાએ લઈ જવા માટે ઉત્સુક છે.*