Western Times News

Gujarati News

બ્લેકમેઇલિંગને ચલાવી લેવાશે નહીંઃ શિવસેના

File

મુંબઈ : ભાજપની (BJP Maharastra) સાથે ચાલી રહેલી ખેંચતાણ ચરમસીમા પર પહોંચ્યા બાદ શિવસેનાએ મુખ્યમંત્રી પદને લઇને મક્કમ વલણ અપનાવવાનો સંકેત આપ્યો છે. પાર્ટીના પ્રવક્તા સંજય રાવતે (Sanjay Rawat Shivsena spokesperson) કહ્યું છે કે, શિવસેના હજુ પણ મુખ્યમંત્રીની માંગ ઉપર મક્કમ છે. રાજ્યપાલ સાથે ભાજપના નેતાઓની બેઠક બાદ પત્રકાર પરિષદના જવાબમાં રાવતે કહ્યું હતું કે, ભાજપ જા સરકાર નહીં બનાવે તો આનો મતલબ સ્પષ્ટ છે કે, તેની પાસે બહુમતિ નથી.

નંબર છે તો ભાજપ સરકાર બનાવી શકે છે તેવો ખુલ્લો પડકાર રાવતે ફેંક્યો હતો અને કહ્યું હતું કે, બ્લેકમેઇલિંગને ચલાવી લેવામાં આવશે નહીં.

ભાજપના લોકો રાષ્ટ્રપતિ શાસન (Governor rule in Maharashtra) લાગૂ કરવાની ઇચ્છા રાખી રહ્યા છે. જા સરકાર બનાવવાની સ્થિતિ માં નથી તો કહી શકે છે તેમની પાસે બહુમતિ નથી. જા રાજ્યપાલને મળીને આવ્યા છે તો તેમને ૧૪૫ ધારાસભ્યોની યાદી સોંપવાની જરૂર હતી.

રાવતે કહ્યું હતું કે, પાર્ટી ધારાસભ્યોને કહેવામાં આવી ચુક્યું છે કે, અમારી માંગ હજુ પણ બદલાઈ નથી. ભાજપને પડકાર ફેંકવામાં પણ આવ્યો છે. બંધારણના દાંવપેચને ચલાવી લેવામાં આવશે. રાવતે કહ્યું હતું કે, અમે પણ તમામ દાંવપેચને સારીરીતે જાણીએ છીએ. અમે બંધારણની હદમાં રહીને રાજ્યમાં શિવસેનાના નેતાને મુખ્યમંત્રી બનાવવા ઇચ્છુક છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.