Western Times News

Gujarati News

બ્લેકલિસ્ટ થયેલા કાળાં બજારિયાંને ‘ડોર ટુ સ્ટેપ’નો કોન્ટ્રાક્ટ મળતાં વિવાદ

થોડા દિવસ અગાઉ વટવાની અભિષેક મહિલા ઉત્કર્ષ મંડળની અનાજની દુકાનમાં પુરવઠા વિભાગે રેડ કરી ત્યારે અનાજનો વધુ જથ્થો કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરે ઉતાર્યો હતો

અમદાવાદ, સરકારી અનાજનાં રાજયવ્યાપી કૌભાંડ આચરનાર ચહેરા દરેક શહેર અને જિલ્લામાં અલગ અલગ છે. ત્યારે અમદાવાદમાં અનાજને ગોડાઉનથી દુકાન સુધી પહોંચાડનારા કોન્ટ્રાકટર અનાજ કૌભાંડના બેતાજ બાદશાહ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા છ મહિનાથી ટેન્ડર વગર કામ કરી રહેલી માંગીલાલ એન્ડ કંપની સરકારની આંખમાં ધૂળ નાખીને હજારો કિલો અનાજ બારોબાર પલટી મારીને વેચી રહી છે. હવે આ માંગીલાલ એન્ડ કંપનીએ ફરીથી ટેન્ડર લઈ લેતાં હવે તેમને મોકળું મેદાન મળી ગયું છે.

થોડાક દિવસ પહેલા વટવાની અભિષેક મહિલા ઉત્કર્ષ મંડળની અનાજની દુકાનમાં પુરવઠા વિભાગે રેડ કરી હતી ત્યારે અનાજનો વધુ જથ્થો મળી આવતાં દુકાન ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરી હતી. આ દુકાનમાં અનાજનો વધુ જથ્થો પહોંચાડનાર માંગીલાલનો ડ્રાઈવર હતો તેમ છતાંય પુરવઠા વિભાગે માંગીલાલ કે તેના સંતાનો કે પછી ડ્રાઈવર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.

ગત વર્ષે સેકટર ર જાેઈન્ટ કમિશનર ગૌતમ પરમારની ટીમે નરોડા જીઆઈડીસીમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડયો હતો જેમાં મદન તૈલી નામના કોન્ટ્રાકટરની ધરપકડ કરી હતી. મદન તૈલી ગોડાઉનથી અનાજનો જથ્થો ભરીને દુકાને દુકાને આપવાની કામગીરી કરે છે.

આ સિવાય ગત વર્ષે ગાંધીનગર લોકલ ક્રાઈમબ્રાંચે પણ અનાજના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને મદન તૈલીના ભાઈ રાજુ તૈલીને રંગે હાથ ઝડપી પાડયો હતો જેનો ગુનો ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. પોલીસની આ કામગીરી ઉપર રાજુ તૈલીને પીબીએમ કર્યું હતું અને અલગ જેલમાં મોકલી આપ્યો હતો. આ સિવાય માંગીલાલ પણ અનાજનાં કાળાં બજારના મામલે પીબીએમ થઈ ચુકયું છે.

ગત વર્ષે અનાજને ગોડાઉનથી દુકાન સુધી પહોંચાડવાનો કોન્ટ્રાકટ પહેલાં યુસુફ સાલાર નામની વ્યક્તિ પાસે હતો જેને રાજય સરકારે ટેન્ડર આપ્યું હતું અંદાજે છ મહિના પહેલાં કોન્ટ્રાકટ પૂરો થઈ જતાં ફરીથી ટેન્ડર ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. અનાજ વિતરણની કામગીરી ખોરંભે ચડે નહીં તે માટે અનાજને ગોડાઉનથી દુકાન સુધી પહોંચાડવાનું ચાલુ રાખવા આદેશ કર્યા હતા.

ડોર ટુ સ્ટેપનું ટેન્ડર જાે કોઈ કંપની લે તો તેમને ૩પ લાખ રૂપિયા જેટલી રકમ ડિપોઝિટ પેટે જમા કરાવી પડે છે. જાેકે છેલ્લા પાંચ મહિનાથી માંગીલાલ એન્ડ કંપની વગર ટેન્ડરે તેમજ ડિપોઝિટ ભર્યા વગર લાખો કરોડો રૂપિયાનું અનાજ બારોબાર ચાઉં કરી રહી હતી.

માંગીલાલ અને તેમનાં સંતાનો તેમજ અન્ય કોન્ટ્રાકટરો બારોબાર માલ ગોડાઉનથી ફેકટરી પર ઉતારતા હતા પરંતુ જયારથી માંગીલાલના પુત્ર મદન વિરુદ્ધ ગુનો દાખલ થયો ત્યારથી તેમને ધંધાની ટ્રિક બદલી દીધી છે વટવાની અભિષેક મહિલા ઉત્કર્ષ મંડળની અનાજની દુકાનમાં પુરવઠા વિભાગે રેડ કરી હતી.

જેમાં વધુ પડતો પુરવઠો મળી આવ્યો હતો. વધુ જથ્થો મળી આવતા અભિષેક મહિલા ઉત્કર્ષ મંડળની દુકાનનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું. જાેકે હજુ સુધી કોન્ટ્રાકટર વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.