બ્લેક ટ્રેક્સ, ફિટ્ટનેસિયમ જિમનું ઉદઘાટન ચિત્રાંગદા સિંઘે કર્યુ

અમદાવાદ ખાતે બ્લેક ટ્રેક્સ ફિટ્ટનેસિયમ જિમની રજૂઆત -સલૂને 10000થી વધુ ચો.ફૂટમાં જિમ બ્લેક ટ્રેક્સ ફિટ્ટનેસિયમ લોન્ચ કર્યો
અમદાવાદ, A & J પ્રાયવેટ લિમીટેડના એક એકમ એવા શેડ્ઝ ઓફ બ્લેક સ્પેલોન સલૂનના એક શ્રૃંખલા છે, જેણે ગુજરાતમાં છેલ્લા 11 વર્ષથી સલૂન ક્ષેત્રેઅગ્રેસર છે.
અમદાવાદના આ નબર 1 સલૂને ફીટનેસ, સ્પોર્ટ્સ અને ન્યૂટ્રીશનમાં પોતાની પાંખો ફેલાવી છે. અને સલૂન સાથે મજબૂત અને તદુરસ્ત શરીર માટે ફિત્નેસિયમ ટ્રેક્સ જિમની રજૂઆત કરી છે. આ બ્લેક ટ્રેક્સ, ફિટ્ટનેસિયમ જિમ 10,000થી વધુ ચો.ફૂટમાં પથરાયેલ છે.
આ બ્લેક ટ્રેક્સ, ફિટ્ટનેસિયમના ઉદઘાટન પ્રસંગે બોલિવુડની જાણીતી અભિનેત્રી ચિત્રાંગદા સિંઘ ખાસ ઉપસ્થિત રહી હતી. તેને આજના ભાગદોડ ભર્યા જીવનમાં યોગી ફિટનેસ અને સુવિધાઓથી સજ્જ જિમ કેટલું મહતવનું છે તે જણાવી બ્લેક ટ્રેક્સ, ફિટ્ટનેસિયમ જિમ ની રજૂઆતને તંદુરસ્તીની દિશામાં યોગ્ય પગલું ગણાવ્યું.
આ જિમમાં શક્તિ મેળવવા, કન્ડીશનીંગ, એરોબિક્સ, ન્યૂટ્રીશન, યોગા રિકવરી માટે આધુનિક ઇક્વીપમેન્ટ્સ ઉપરાંત એથલેટ્સ અને સ્પોર્ટ્સ વ્યાવસાયિકો માટે એકદમ યોગી છે. ફીટ રહેવાની સાથે, તમે મનોરંજન પણ મેળવી શકો છો, જેમાં દરેક સંગીત પ્રેમી માટે લાઇવ ડીજેની પણ સવલત છે.
બ્લેક ટ્રેક્સ ફક્ત તમારા આરોગ્યની સંભાળ લેવામાં જ માનતુ નથી, પરંતુ તંદુરસ્ત બનવા માટે જ્યારે સખત મહેનત કરો છો ત્યારે તમને થતી ઇજાની પણ સંભાળ લે છે. તેમાં એક રિકવરી વિભાગ પણ છે જેમાં તમારી સારવાર માટે તાલીમબદ્ધ ફિઝિયોથેરાપીસ્ટ પણ હાજર છે.
અમદાવાદનું પ્રથમ ફિટ્ટનેસિયમ, બ્લેક સ્પેલોન એન્ડ બ્લેક ટ્રેક્સના એમડી અમૃતા મુલચંદાની એ જણાવ્યુ કે “રોગચાળા દરમિયાન અમે પ્રતીતી કરી હતી કે અમદાવાદીઓ પોતાની તંદુરસ્તીની સંભાળ લે તેવો આ અગત્યનો સમય છે.
આપણે ફીટ રહીએ જરૂરી છે. આજે, જો તમે વહેલા ઉઠો અને માર્ગો પર દ્રષ્ટિ માંડો તો દરેક વયજૂથના લોકો મોટી સંખ્યામાં ચાલે છે, દોડે છે અથવા સાયક્લીંગ કરતા નજરે પડે છે.
લોકોને ડ્રેસીંગ અપ કરવામાં સફળતા મળ્યા બાદ અમે હવે તેમને ફિટનેસ અને ન્યૂટ્રીશન વિશે માર્ગદર્શન આપવાનું નક્કી કર્યુ છે. અમારા સર્ટીફાઇડ તાલીમ આપનારાઓ અને ફિઝીયોથેરાપીસ્ટસ તંદુરસ્તી માટે યોગ્ય માર્ગદર્શન માટે હાજર હોય છે.”