Western Times News

Gujarati News

બ્લેક ફંગસ લીવર અને મોટા આંતરડામાં ફેલાયું, યુવકની કિડની કાઢવી પડી

બ્લેક ફંગસ કિડની અને ફેફસા સુધી પહોંચી ગઈ

નવી દિલ્હી, કોરોના વાયરસ કઈ રીતે માણસના અલગ અલગ અંગોને પ્રભાવિત કરે છે , તે ધીરે ધીરે સામે આવી રહ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં લંગ્સ સિરોસિસ અને બ્લેક ફંગસ સામાન્ય વાત છે.

ગંગારામ હોસ્પિટલમાં ૪૫ વર્ષીય એક યુવક કોરોના પછી બ્લેક ફંગસનો શિકાર બન્યો જેના કારણે તેનું ડાબું ફેફસું અને કિડની ખરાબ થઈ ગયા.

આ ફંગસ બાકી અંગો સુધી પહોંચે તે પહેલા ડોક્ટરોએ નિદાન કરી લીધું અને એક કિડની અને ફેફસું નીકાળીને દર્દીનો જીવ બચાવી લીધો. ગંગારામ હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઉજ્જવલ પારખે જણાવ્યું કે, ગત મહિને ૪૫ વર્ષીય રંજીત કુમાર સિંહ કોરોના પછી થતી સમસ્યાઓની સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

ગાઝિયાબાદ નિવાસી રંજીતને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેને ઘણો વધારે તાવ પણ હતો. તપાસમાં પહેલા જાણવા મળ્યું કે તેને બ્લેક ફંગસ છે.

આગળની તપાસમાં જાણવા મળ્યું કે, લંગ્સ અને કિડની પ્રભાવિત થયા છે. આ સંક્રમણ અન્ય અંગોમાં પણ ફેલાઈ શકતુ હતું. દર્દીનો જીવ બચાવવા માટે તાત્કાલિક સર્જરી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો.

છ કલાક સુધી ચાલેલી મુશ્કેલ સર્જરીમાં ફેફસાનો એક ભાગ અને જમણી કિડનીને સફળતાપૂર્વક અલગ કરીને દર્દીને બચાવી લેવામાં આવ્યો હતો. આ સર્જરી માટે ડોક્ટરોની ખાસ ટીમ તૈયાર કરવામાં આવી હતી

જેમાં થોરેસિક સર્જન ડોક્ટર સબ્યસાચીએ સંક્રમિત લંગ્સને સફળતાપૂર્વક અલગ કર્યા અને યૂરોલોજિસ્ટ સર્જન ડોક્ટર મનુ ગુપ્તાએ કિડનીને ઓપરેશન કરીને બહાર નીકાળી.

ડોક્ટર મનુ ગુપ્તા જણાવે છે કે, આ એક જટિલ કેસ હતો, જેમાં મ્યૂકોર લંગ્સ અને કિડની સુધી ફેલાઈ ગયુ હતું. આ કેસમાં દર્દીનો જીવ બચાવવા માટે સમય ઘણો ઓછો હતો, કારણકે અન્ય અંગો પણ પ્રભાવિત થઈ રહ્યા હતા. કિડની કામ નહોતી કરતી.

સર્જરી દરમિયાન અમે જાેયું કે ફંગસ લગભગ લીવર અને મોટા આંતરડામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઘણી મુશ્કેલીથી આસપાસના અંગોને નુકસાન પહોંચાડ્યા વિના કિડની કાઢવામાં આવી. મેડિકલની હિસ્ટ્રીમાં કોવિડ સંક્રમણ પછી કદાચ આ દુનિયાનો પહેલો આ પ્રકારનો કેસ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.