બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો, અમદાવાદમાં વ્હાઇટ ફંગસનો પ્રથમ કેસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/CORONA1-9.jpg)
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ મ્યુકોરમાઇકોસીસ એટલે કે બ્લેક ફંગસ હાહાકાર મચાવી રહ્યો છે તેવામાં હવે વ્હાઇટ ફંગસનું જાેખમ પણ સામે આવ્યું છે. અમદાવાદ સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં વ્હાઇટ ફંગસના ત્રણ કેસ સામે આવ્યા હવે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. વધી રહેલા મ્યુકોરમાઇકોસીસના કેસ ને પગલે રાજ્ય સરકારએ આ બીઅમદાવાદમાં પ્રથમવાર વ્હાઇટ ફંગસનો કેસ સામે આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલમા વ્હાઇટ ફંગસના ૩ કેસ પાછલા એક સપ્તાહમાં નોંધાયા છે. નિષ્ણાત તબીબોના મતે વ્હાઇટ અને બ્લેક ફંગસની સારવારમા વપરાતા ઇન્જેક્શનની અલગ અલગ સાઇડ ઇફેક્ટ જાેવા મળતી હોય છે. અને આ વ્હાઇટ ફંગસ શરિરના અલગ અલગ અવયવને પણ નુકશાન કરે છે.
સોલા સિવિલ હોસ્પિટલના ઇ એન્ડ ટી વિભાગના વડા ડો. નીના જણાવે છે કે બ્લેક ફંગસ ઉપરાંત એસપજીલોસીસ અને કેન્ડીડા પ્રકારની પણ ફંગસ હોય છે. કેન્ડીડા ફંગસ સારા સાજા માણસમાં પણ ડાયાબિટીસના દર્દીઓમાં જાેવા મળતી હોય છે. પણ હાલ જે કેસ જાેવા મળ્યા છે તેમા એસપજીલોસીસ અને કેન્ડીડાના કેસ પણ જાેવા મળ્યા છે. દરેક ફંગસના રોગ જાેખમી જ હોય છે. પરંતુ તેની અસર કેટલી છે તેનાથી તેનું જાેખમ નક્કી થાય છે.
મ્યુકોરમાઇકોસીસ આંખ, મગજ અને નાકની અંદર જાય છે એટલે જાેખમી છે. તેવી રીતે આ વ્હાઇટ ફંગસ પણ એવું જ છે તે નાકમાં, આંખમાં અને મગજમાં એટલી ઝડપથી ફેલાઈ શકે છે. વ્હાઇટ ફંગસ માટે ઈન્જેકશન કે પછી ટેબ્લેટ ઓરિકેનજાેલ એન્ટીફંગલ ટ્રીટમેન્ટ છે જે દર્દીઓને ઘરે આપી શકીએ. મ્યુકોરમાઇકોસીસ માં જે ઈન્જેકશન આપતા હોય તેની સાઈડ ઇફેક્ટ કિડની પર થતી હોય છે પણ વ્હાઇટ ફંગસમાં અપાતી ટેબ્લેટ કે ઈન્જેકશની સાઈડ ઈફેક્ટ લીવર પર થતી હોય છે.
જેથી દર ત્રણ દિવસે લીવરના ટેસ્ટ કરાવવા પડતા હોય છે. આ ફંગસથી ચામડીમાં, બોન્સ અને લંગસમાં તેમજ જે લોકોએ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હોય કે કેન્સરની દવા લેતા હોય તે બધાને પ્લમનરી ઇન્ફેકશન થઈ શકે છે. અમારે ત્યાં ઇનિશિયલ સ્ટેજમાં જાેવાયા છે. જાે ઇનિશિયલ સ્ટેજમાં પકડાઈ જાય તો તેમાં સારું પરિણામ મેળવી શકાય છે.
કોરોના માંથી સાજા થયેલ વ્યક્તિએ એ જાણવું હોય કે તે બ્લેક ફંગસ કે વ્હાઇટ ફંગસનો શિકાર થઈ રહ્યો છે તે જાણવું હોય તો વોર્નીગ સાઈન એ જ છે કે જાે તમે લાંબો સમય ૈંઝ્રેંમાં રહ્યા હોવ કે તમને ડાયાબીટીસ હોય કે પછી નાકમાંથી સફેદ કે કથ્થઈ ક્લરનું પાણી આવતું હોય, તાળવામાં કાણું પડ્યું હોય કે આંખ એ બરાબર જાેઈ શકાતું ન હોય તર શરૃઆતના તબક્કાના લક્ષણો છે. મહત્વનું છે કે અમદાવાદમાં હાલ આ વ્હાઇટ ફગસનો કેસ સામે આવ્યો છે અગાઉ પટનામાં વ્હાઇટ ફંગસના કેસ સામે આવી ચુક્યા છે. ત્યારે હવે બ્લેક ફંગસ બાદ વ્હાઇટ ફંગસનું જાેખમ વધ્યું છે.