બ્લોકબસ્ટરના બે નામ, ગદ્દર અને લગાન: ઝી બોલિવૂડની સાથે તેની ભવ્ય 20 વર્ષની ઉજવણી કરે છે
20 વર્ષ પહેલા ભારતીય સિનેમાની બે ખરેખર અલગ ચિલો ચાતરનારી ફિલ્મ લગાન અને ગદ્દર: એક પ્રેમકથા એક જ દિવસે બોક્સ ઓફિસ પર રિલિઝ થઈ હતી. 20 વર્ષ બાદ, દર્શકો આ ઐતિહાસિક ક્ષણના ફરીથી સાક્ષી બનશે, કેમકે ઝી બોલિવૂડ ઉજવણી કરે છે
આશુતોષ ગોવારીકરની જુસ્સાદાર લગાન અને અનિલ શર્માની નિડર ગદ્દર: એક પ્રેમકથાના ભવ્ય 2 દાયકાની ઉજવણી, આ ફિલ્મોએ તેમના રેકોર્ડબ્રેક ફૂટફોલ્સની સાથે એક વારસો ઉભો કર્યો હતો. ગદ્દરઃ એક પ્રેમકથાએ ઝી સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ પ્રથમ ફિલ્મ હતી. આ મૂવીએ તેની બોલ્ડ વાર્તા, આકોનિક પાત્ર, યાદગાર સંગીત અને અદ્દભુત ડાયલોગ્સની સાથે ભારતીય સિનેમાને એક નવો ચહેરો આપ્યો હતો.
આ મૂવીએ ગર્વથી પેઢીઓ સાથે આગળ વધી છે, કેમકે બંને હંમેશ માટેની સૌથી અદ્દભુત મનોરંજક ફિલ્માંની એક છે. ઝી બોલિવૂડની સાથે, ઝી હિન્દી મૂવી ક્લસ્ટર પણ સાથે આવ્યું છે અને આ બંને પરંપરાગત મૂવીની યાદોંને ઉભી કરી ભાવુક બન્યું છે.
15મી જૂનના રોજ ગદ્દરઃ એક પ્રેમકથાએ ઝી બોલિવૂડ અને ઝી સિનેમા એચડી પર સાંજે 7.30 વાગે રજૂ થશે. એ જ દિવસે ઝી બોલિવૂડ અને એન્ડપિક્ચર્સ એચડી પર સવારે 11 વાગે પ્રસારિત થશે. વધુમાં ‘ચલે ચલો’ (મેકિંગ ઓફ લગાન)ને પણ એન્ડએક્સપ્લોર એચડી અને ઝી ક્લાસિક પર 15મી જૂન બપોરે 2 વાગે અને સાંજે 5 વાગે અનુક્રમે પ્રસારિત થશે.
ગદ્દરઃ એક પ્રેમકથાએ ઝી બોલિવૂડ અને ઝી સિનેમા એચડી પર 7.30 વાગે પ્રસારિત થસે, સાથોસાથ લગાન પણ ઝી બોલિવૂડ અને એન્ડપિક્ચર્સ એચડી પર સવારે 11 વાગે પ્રસારિત થશે. વધુમાં ‘ચલે ચલો’ (મેકિંગ ઓફ લગાન)ની ડોક્યુમેન્ટરી પણ પ્રસારિત થશે એન્ડએક્સપ્લોર એચડી તથા ઝી ક્લાસિક પર અનુક્રમે બપોરે 2 વાગે અને સાંજે 5 વાગે.
લગાનએ એક એવું મૂવી છે, જેને ફક્ત હિન્દી સિનેમા જ નહીં પણ વિશ્વ સિનેમામાં સિમાચિન્હ બનાવ્યો છે. રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા ડોક્યુમેન્ટરી ‘ચલે ચલો’એ આ માસ્ટર પીસના મેકિંગને હાઈલાઈટ કરે છએ, તે આપણને આશુતોષ ગોવારિકરના ડ્રીમ પ્રોજેક્ટની પાછળની મહેનત અ માન્યતા આપણને બતાવે છે.
ઓસ્કારમાં નોંધાયેલ લગાનએ એક સફળતાની વાર્તા દર્શાવે છે, જેમાં ડિરેક્ટરનું એક અદ્દભુત દ્રષ્ટિકોણ અને આમિર ખાનનો વિશ્વાસ છે. અંદાજિત 25 કરોડના બજેટમાં બનેલી લગાનએ એક પ્રતિબદ્ધતા અને પ્રેરણાની વાર્તા છે, જે તેની ટીમની માન્યતાને પ્રતિબિંબિત કરે છે.
આ મૂવી પ્રોડક્શનને ઘણા પડકારોમાંથી પસાર થવાનું હતું જેમાંનો એક પડકાર હતો કે, ક્રિકેટ મેચના સિકવન્સ માટે એક 10 હજાર સ્થાનિક લોકોની ભિડને જમા કરવાની હતી, ઉપરાંત વિવિધ વાતાવરણની પરિસ્થિતિમાં શૂટિંગ કરવાનું હતું, મર્યાદિત પાણી અને ઇલેક્ટ્રિસિટીનો પૂરવઠો, ગુજરાતની એક નાનકડા ગામની એક બિલ્ડિંગને હોટેલમાં બદલાવી પડી હતી,
જેથી કલાકારોને તેમાં રાખી શકાય, એ.કે. હંગલ તેમની ઇજા હોવા છતા પણ તેમના ભાગનું શૂટિંગ પૂરું કર્યું અને આશુતોષ ગોવારિકરએ પણ એક સ્લિપ્ડ ડિસ્કની બિમારી છતા પણ ડિરેક્ટ કરી હતી. આ બધાથી વધુ દરેકમાં એકે એક આગળ વધી ગયા છે અને તેમની સાથે સ્પષ્ટતાની સાથે ધ્યાન કેન્દ્રિત કરે છે. આવી જ કેટલીક રસપ્રદ બાબતો ડોક્યુમેન્ટરીમાં રજૂ થાય છે.