ભક્તોએ ચઢાવેલા ફૂલમાંથી જૈવિક ખાતર બનાવાય છે
મહેસાણા: મહેસાણાના બહુચરાજીમાં આદ્યશક્તિ મા બહુચરા સાક્ષાત બિરાજમાન છે તેવી આસ્થા સાથે ભક્તોની હેલી સતત બહુચરાજી મંદિરમાં જાેવા મળે છે. મા બહુચરાજીને અર્પણ કરવા અને મંદિરના સેજ સજાવા માટે રોજ અગણિત ફૂલો મંદિરમાં આવે છે અને તે ફૂલોનો સદઉપયોગ થાય તે માટે મંદિર દ્વારા એક નવતર અભિગમ અપનાવામાં આવ્યો છે. જેમાં મંદિરમાં આવતા ફુલોને ૧૦ દિવસની પ્રોસેસ કર્યા બાદ તેનું ખાતર બનાવવામાં આવી રહ્યું છે. આ જૈવિક ખાતરને શ્રદ્ધાળુઓ માતાજીનો પ્રસાદ સમજીને ઘરે અને ખેતરો સુધી પહોંચાડે છે.
આજે ૨૧મી સદીમાં અનેક ખાતર જમીનમાં ભળી રહ્યા છે પાકને જીવંત દાન મળે છે.
પરંતુ પોષણ મળતું નથી અને આજે ખાતરના કારણે ખેડૂતોની જમીન પણ નષ્ટ થવા લાગી છે. તેવામાં બહુચરાજી મંદિર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આસ્થાના પ્રતીક સમા મંદિરમાં બહુચરાજીને ભક્તો દ્વારા શ્રદ્ધાના ભાગ સ્વરૂપે ચડાવવામાં આવતા ફૂલોનો સદઉયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિરમાં આવતા ફૂલોને મશીનમાં પ્રોસેસ કરીને ખાતર બનાવાયા છે. બાદમાં તેમાં મિનરલ્સ અને વિટામિન, અને સુગંધને ઉમેરીને તે ફૂલોનું ખાતર બનાવવામાં આવશે અને તે ખાતર મંદિર પરિસરના ભેટ કેન્દ્ર પર નજીવી કિંમતે વેચાણ કરવામાં આવશે.
સરકાર દ્વારા હવે ખેતરમાં જૈવિક ખાતર નાખવાંની સલાહ આપવામાં આવે છે અને જેથી ખેડૂતો હવે જૈવિક ખાતરનો વપરાશ પર ભાર પણ મૂકી રહ્યા છે. જેના થકી હવે આ ફૂલોમાંથી બનેવાલા અને ૧૦ દિવસ તેને સંગ્રિહત કાર્ય બાદ પોષણ આપી ને ફૂલોમાંથી ખાતર હવે શ્રદ્ધાલુઓ પોતાના બગીચાના ફૂલ છોડના કુંડાઓમાં તેમજ ખેડૂતના ખેતર સુધી પહોંચી રહ્યા છે. આજે હાજરો કિલો ફૂલોમાં બહુચરાજીના ચરણોમાં અર્પણ થાય છે તે ફૂલનો સદ ઉયોગ કરીને ખાતર બનાવીને હવે મંદિર ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી ખાતર રૂપી
(અનુસંધાન નીચેના પાને)