Western Times News

Gujarati News

ભગતસિંહના રોલ કરતા કિશોરનું ફાંસો લાગતા મોત

બદાયું: ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લામાં ૧૫મી ઓગસ્ટના રોજ થનારા દેશભક્તિના કાર્યક્રમ માટે શહીદ સરકાર ભગત સિંહનો રોલ કરવાની પ્રેક્ટિસ કરી રહેલ એક વિદ્યાર્થીનું ગળે ફાંસો લાગી જવાને કારણે મૃત્યુ થયું છે. મૃતક બાળકની ઓળખ ૧૦ વર્ષના શિવમ તરીકે થઈ છે. શિવર રિહર્સલ કરવા માટે સ્ટૂલ પર ઉભો થઈને ફાંસીના ફંદા પર ચઢ્યો અને તે જ વખતે સ્ટૂલ ખસી ગયું અને ગળામાં ફાંસો થઈ ગયો. ઘટના પર હાજર બાળકો તેની મદદ ના કરી શક્યા અને બાળકે જીવ ગુમાવી દીધો. પરિવારના લોકોએ કોઈ કાર્યવાહી કર્યા વિના જ તેના અંતિમ સંસ્કાર કરી દીધા.

સીઓ સિટી ચંદ્રપાલ સિંહ આ બાબતે જણાવે છે કે આ પ્રકારે કોઈ બાળકનું મૃત્યુ થયું હોય તેવી માહિતી અમને નથી મળી. ઉલ્લેખનીય છે કે બાબટ ગામમાં અમુક બાળકો ગુરુવારના રોજ ભુરા નામની વ્યક્તિના ઘરમાં રમી રહ્યા હતા. ભૂરાનો દસ વર્ષનો દીકરો શિવમ પણ તેમની સાથે હતો. ગામના બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, જાે કે શિવમ સ્કૂલ નહોતો જતો.

બાળકોએ ૧૫ ઓગસ્ટની વાત કરી અને પછી નાટક માટેની પ્રેક્ટિસ શરુ કરી. ત્યારપછી તેમણે ભગત સિંહ બનવાની પ્રેક્ટિસ શરુ કરી. બાળકોને જાેઈને શિવમ પણ જીદ કરીને ભગત સિંહ બની ગયો. તે સ્ટૂલ પર ચઢી ગયો અને ફાંસી તૈયાર કરી. તેણે ત્યાં હાજર બાળકોને કહ્યું કે તે પણ ભગત સિંહની જેમ ફાંસી ચઢશે. સ્ટૂલ પડી જવાને કારણે તે લટકી ગયો અને થોડા સમય પછી તેનું મૃત્યુ થયું. તેની ઉંમરના બાળકો કંઈ સમજી નહોતા શક્યા. શિવમ શાંત પડી ગયો તો ગભરાયેલા બાળકોએ ચીસો પાડી અને ગામના લોકો ઘરમાં એકઠા થઈ ગયા. ઘટનાની જાણ થતાં શિવમના માતા-પિતા પણ આવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.