ભગતસિંહનુ નાટક જોઈને ફાંસી પર ઝુલવાની એક્ટિંગ કરવામાં વિદ્યાર્થીનુ મોત
ભોપાલ, મધ્યપ્રદેશની એક પ્રાઈવેટ સ્કૂલમાં વાર્ષિકોત્સવ દરમિયાન ભગતસિંહ પર આધારીત એક નાટકમાં અભિનય કરનાર 12 વર્ષના વિદ્યાર્થીનુ ફાંસી આપવાની સીનની નકલ કરતી વખતે સાચે જ ગળેફાંસો લાગી જતા મોત થયુ હતુ. પ્રિયાંશુ નામના આ વિદ્યાર્થીના પિતાએ કહ્યુ હતુ કે, નાટકમાં તે અંગ્રેજ સિપાહીના રોલમાં હતો.એક ફેબ્રુઆરીએ આ નાટક ભજવાયુ હતુ. બીજી દિવસે બપોરે તે ખેતરમાં સ્કૂલના નાટકનો વિડિયો જોઈ રહ્યો હતો અને તે વખતે તેને ભગતસિંહની ફાંસીવાળો સીન ભજવવાની ઈચ્છા થઈ હતી.
પોલીસના કહેવા પ્રમાણે ખેતરમાં તેણે ખાટલા પર ઉભો થઈને ઝાડ પર દોરી લટકાવી ગળામાં ફંદો નાંખ્યો હતો. ખાટલો હલી જતા સંતુલન બગડી ગયુ હતુ અને પ્રિયાંશુ ફંદા પર લટકવા માંડ્યો હતો. ખેતરમાં કામ કરતા તેના કાકાની નજર થોડા સમય પર પડી હતી. એ પછી તેમણે પોલીસને સૂચના આપી હતી. સ્કૂલનુ કહેવુ છે કે, પ્રિયાંશુના પિતાના કહેવા પર તેને નાટકમાં અંગ્રેજ સિપાહીનો રોલ આપ્યો હતો. નાટકમાં તો ફાંસીવાળો કોઈ સીન હતો જ નહી.