Western Times News

Gujarati News

ભગત એન્ડ સોનાવાલા લો કોલેજનો ૬૧ મો સ્થાપના દિન અને ૬૦ મો વાર્ષિકોત્સવ ઉજવાયો

(પ્રતિનિધિ) નડીઆદ: ભારત દેશની આઝાદી પહેલાં અને આઝાદી પછીનાં લગભગ એક દશકથી વધુ સમય સુધી એટલે કે વર્ષ – ૧૯પ૯ સુધી કાયદાનો અભ્યાસ કરવા માંગતા મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓ- વકીલશ્રીઓને અમદાવાદ કે મુંબઈ જવું પડતું હતું. આ મુશ્કેલીને દુર કરવાના હેતુસર વર્ષ-૧૯પ૯માં ખેડા જિલ્લાના નડીઆદ ખાતે નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.એસ. ભગત એન્ડ સી.એસ. સોનાવાલા લો કોલેજની સ્થાપના કરવામાં આવી.

આ મહત્વના કાર્યને સાકાર કરનાર પ્રશંસાપાત્ર સ્થાપક અને મહાન વિભૂતિઓમાં પૂર્વ મુખ્યમંત્રી અને નડીઆદ એજયુકેશન સોસાયટીના પૂર્વ પ્રમુખ એવા બાબુભાઈ જશભાઈ પટેલ ગોકળભાઈ સોમાભાઈ પટેલ તથા રામભાઈ હરિભાઈ પટેલની વહીવટી કુનેહ, ભગીરથ પ્રયત્નો તથા મહાન દાતાઓ એવા શેઠ શ્રી મોહનલાલ સાંકળચંદ ભગત અને શેઠ શ્રી ચંદુલાલ સાંકળચંદ સોનાવાલા દ્વારા કોલેજની સ્થાપના માટે આપવામાં આવેલ માતબર રકમનું દાન સૌનો મહત્વનો ફાળો રહેલ છે, સંસ્થાના વરહ-૧૯પ૯થી આ કોલેજને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની  માન્યતા મળેલ છે,

તથા વર્ષ- ર૦૧૬ સુધી ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન અને હાલમાં સરદાર પટેલ યુનિવર્સીટી સંલગ્ન કાર્યરત છે, આ કોલેજના સ્થાપના વર્ષ- ૧૯પ૯માં કુલ-૮૦ જેટલા વિદ્યાર્થીઓથી શરૂ થયેલ આ કોલેજમાં હાલમાં પપ૦ જેટલા વિદ્યાર્થીઓ એલ.એલ.બી., એલ.એલ.એમ. ડી.ટી.પી.ના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહ્યા છે આ કોલેજમાંથી સ્થાપના વર્ષથી લઈને હાલ સુધીમાં કુલ-પ૦થી વધુ વિદ્યાર્થીઓએ ન્યાયાધીશ તરીકે પસંદગી પામીને ન્યાયના આસનને શોભાયમાન થઈને ઉત્તમ ન્યાયિક સેવાઓ પૂરી પાડીને કોલેજનું નામ ઉજાળ્યું છે,

આ કોલેજમાં દર વર્ષે નિયમિત રીતે ઉજવાતા સ્થાપના દિવસની ઉજવણીમાં અત્યાર સુધીમાં ગુજરાત હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જે.એમ. શેલત, પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ પી.એન. ભગવતી ૩૦ જેટલા પૂર્વ ન્યાયમૂર્તિશ્રિઓ, ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ ઉપ કુલપતિ અને કવિ ઉમાશંકર જાશી, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કુંદનલાલ ધોળકિયા, મુખ્ય જીલ્લા ન્યાયાધીશશ્રીઓ, દાતાઓ, સીનીયર એડવોકેટ સહીત મહાનુભાવોએ સમારંભનું અધ્યક્ષપદ શોભાવ્યું છે.

આજના આ કોલેજના ૬૦માં સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમમાં યજમાન આચાર્ય ડો. અનિલ પંડયા સાહેબે સૌ પ્રથમ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી આવકારતાં જણાવ્યું હતું કે કાયદાના વટવૃક્ષ સમાન આ કોલેજની પ્રગતિમાં પ્રસંશાપાત્ર સ્થાપકો, દાતાઓ તથા સંચાલકો, અધ્યાપકશ્રીઓ, કર્મચારીગણ સહીત અવારનવાર પ્રસંગોચિત ઉપÂસ્થત રહીને કાયદાના વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડતાં ન્યાયાધીશશ્રીઓનું પણ ખૂબ જ ઉંચુ યોગદાન રહેલ છે.

કાર્યક્રમના અંતે કાર્યક્રમના અધ્યક્ષ અને ખેડા જિલ્લાના એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી એમ.એ. કડીવાલા સાહેબે પ્રાસંગિક ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે હું કાયદાના વિદ્યાર્થીઓને માત્ર વિદ્યાર્થી કે વકીલ તરીકે નહિ પરતું સોશિયલ એન્જીનીયર તરીકે ઓળખવું છું,

કારણ કે વકીલોએ ન્યાય વાંચ્છુક લોકોને એક સબળ માધ્યમ બનીને ન્યાય અપાવવાનું ભગીરથ કામ કરવાનું છે જેથી કારકિર્દીની શરૂઆતના દિવસોમાં કામની શોધમાં ભટકવું તેના કરતા કાનૂની સહાયક તરીકે લોકોને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ નવી દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં કાર્યરત એવી મફત અને સક્ષમ કાનૂની સહાય જરૂરીયાતવાળા લોકો સુધી પહોંચાડવામાં કાર્યરત રહેશો તો ભવિષ્યમાં તમારી આ સેવાકીય પ્રવૃતિના ફળ સ્વરૂપે તમારી પાસે કામની કોઈ જ કમી રહેશે નહિ

તથા નામ અને દામ બંને કમાશો કારણ કે આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન વિભુતિઓને પણ તેઓના વકીલાતના શરૂઆતના દિવસોમાં ખૂબ જ તકલીફ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો, માટે સતત કાર્યરત રહીને તમે સૌ ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્ય પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા પાઠવું છું.  ત્યારબાદ કોલેજમાં નોંધપાત્ર દેખાવ કીર ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર કુલ-૪૦ જેટલાં વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને પ્રસંશાપત્રો તથા વિવિધ ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.