ભગવાન જગન્નાથજીને બહેન સુભદ્રાજીએ રાખડી અપર્ણ કરી
(તસ્વીર ઃ જયેશ મોદી )અમદાવાદ, ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર. રાજ્યભરમા રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી છે ભગવાન જગન્નાથ મંદિરમાં પણ રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી છે.
દેશમાં બે મંદિર એવા છે કે જ્યાં ભગવાન જગન્નાથજી પોતાના બહેન સાથે બિરાજમાન છે,એક જગન્નાથપુરી કે જ્યાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી સાથે બિરાજમાન છે અને બીજું ગુજરાતનું અમદાવાદમાં આવેલ જગન્નાથ મંદિર જ્યાં ભગવાન જગન્નાથ પોતાના બહેન સુભદ્રાજી સાથે બિરાજમાન છે.
આજે ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક એટલે કે રક્ષાબંધન, રક્ષાબંધનની ઉજવણી જગન્નાથ મંદિરમાં કરવામાં આવી છે. બહેન સુભદ્રાએ ભાઈ ભગવાન જગન્નાથજીને રાખડી અર્પણ કરી છે. તો ભગવાન જગન્નાથજીએ પણ બહેન સુભદ્રાજી સોનાના અલંકારો ભેટ કર્યા છે. વર્ષોથી પરંપરા ચાલી આવે છે આજે પણ યથાવત રાખવામાં આવી છે.
ભગવાન જગન્નાથજીને રાખડી બાંધવાની વિધિ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી.વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે. બહેન સુભદ્રાએ ભાઈ ભગવાન જગન્નાથજીને રાખડી અર્પણ કરી છે. તો ભગવાન જગન્નાથજીએ પણ બહેન સુભદ્રાજી સોનાના અલંકારો ભેટ કર્યા છે..
વર્ષોથી પરંપરા ચાલી આવે છે આજે પણ યથાવત રાખવામાં આવી છે. ભગવાન જગન્નાથજીને રાખડી બાંધવાની વિધિ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી.વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે. હિન્દૂ શાસ્ત્રોમાં તહેવારોનું વિશેષ મહત્વ છે.અને તહેવારોના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.આજે પણ રક્ષા બંધનના દિવસે ભક્તો ઉમટી પડ્યા છે.