Western Times News

Gujarati News

ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રાનું મોનીટરીંગ થશે

(તસવીરઃ જયેશ મોદી)

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભારતની બીજી સૌથી મોટી અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રા આગામી તા.૦૪.૦૭.૨૦૧૯ યોજાનાર છે. અમદાવાદ શહેરના ભાઈચારા અને એકતાના અદભૂત સમન્વય રૂપી આ યાત્રામાં ત્રણ પ્રકારના રથ અને અનેકવિધ આકર્ષણો સાથે લાખોની સંખ્યામાં નગરજનો સાથે અમદાવાદ શહેરમાં કુલ ૧૪ કિમીની યાત્રા કરશે.

મ્યુનિ કમિશ્નર વિજય નહેરાએ આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રથયાત્રાના સઘન મોનીટરીંગ હેતુથી સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલપમેન્ટ લી.દ્વારા ૪૫ જેટલાં લોકેશન્સ પર કુલ ૯૪ અદ્યતન સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ છે. વધુમાં આ તમામ કેમેરા ઓપ્ટીકલ ફાયબરના નેટવર્કથી સુસજ્જ છે અને અ.મ્યુ.કો.ના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટેડ છે.

આ ઉપરાંત આ તમામ કેમેરાની લાઈવ ફીડ શાહીબાગ ખાતે આવેલ પોલીસ કંટ્રોલ રૂમ, તંબુચોકી, સર્કીટ હાઉસ, ડીજીપી ઓફીસ (ગાંધીનગર) અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ આપવામાં આવેલ છે. ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રાના સઘન મોનીટરીંગ માટે બીએસએનએલ પાસેથી ૫૦૦ એમબીપીએસનની લીઝ લાઈન પણ લેવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન અને શહેર પોલીસના સહયોગથી સ્માર્ટસીટી પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રાના સઘન મોનીટરીંગની વ્યવસ્થાનું આયોજન કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.