ભગવાન જગ્ન્નાથ મામાના ઘરે સરસપુર પહોંચ્યા
અમદાવાદ, જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરથી ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને બલરામની પ્રતિમાને મામાના ઘરે સરસુપરમાં સ્થાપિત કરવામાં આવી છે. દર વર્ષે સરસપુર મંદિરમાં ઉત્સવ જેવો માહોલ હોય છે પરંતુ આ વખતે કોરોનાને કારણે રથયાત્રા નિકળી શકે તેમ નથી. આ ઉપરાંત મંદિરો પણ લોકડાઉનને કારણે બંધ રાખવામાં આવ્યા છે.