ભગવાન જે ઈચ્છશે તે જ મારા જીવનમાં થશે: રણવીર

મુંબઈ, બોલિવુડ એક્ટર Ranveer Singh ખૂબ જલ્દી અપકમિંગ ફિલ્મ ‘Jayeshbhai Jordar’માં જાેવા મળશે. ફિલ્મનું ટ્રેલર ૧૯ એપ્રિલ રિલીઝ થઈ ગયું અને ફેન્સ તરફથી તેને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. ફિલ્મમાં રણવીર સિંહ જયેશભાઈનું પાત્ર ભજવી રહ્યો છે, જે પહેલાથી જ એક દીકરીનો પિતા છે અને તેની પ્રેગ્નેન્ટ પત્નીના ગર્ભમાં રહેલુ બાળક પણ દીકરી હોવાનો પરીક્ષણથી ખુલાસો થાય છે.
ફિલ્મમાં તે તેની આવનારી દીકરીને બચાવતો જાેવા મળશે. ટ્રેલર લોન્ચ વખતે જ્યારે એક્ટરને તે પત્ની દીપિકા પાદુકોણ સાથે દીકરો ઈચ્છે છે કે દીકરી તેમ પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબમાં ફિલ્મનો ડાયલોગ કહ્યો હતો.
રણવીર સિંહે જવાબ આપતાં કહ્યું હતું કે, ‘મારી ફિલ્મમાં ડાયલોગ છે તેમ, આપણે જ્યારે મંદિરે જઈએ છીએ ત્યારે આપણને શું પૂછવામાં આવે છે તે તમારે લાડુ જાેઈએ છે કે શીરો? જે મળી તે લઈ લઈએ છીએ. તો ભગવાન જે ઈચ્છશે તે જ મારા જીવનમાં થશે’.
ફિલ્મ ‘જયેશભાઈ જાેરદાર’માં રણવીર સિંહ સિવાય બોમન ઈરાની, રત્ના પાઠક અને ‘અર્જુન રેડ્ડી’ ફેમ શાલિની પાંડે પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૧૩ મે, ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ડિરેક્શન દિવ્યાંગ ઠક્કરે કર્યું છે જ્યારે પ્રોડ્યૂસર મનીષ શર્મા છે.
પર્સનલ લાઈફની વાત કરીએ તો, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે નવેમ્બર, ૨૦૧૮માં ઈટલીમાં લગ્ન કર્યા હતા. રણવીર અને દીપિકાની મુલાકાત ફિલ્મ ‘ગોલીયો કી રાસલીલાઃ રામ લીલા’ના સેટ પર થઈ હતી. સાથે કામ કરવા દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
જે બાદ તેમણે બાજીરાવ મસ્તાની, પદ્માવત અને ફાઈન્ડિંગ ફેનીમાં સાથે કામ કર્યું હતું. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ છેલ્લે સાથે કબીર ખાનની ફિલ્મ ‘૮૩’માં જાેવા મળ્યા હતા. જે પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવની બાયોપિક હતી.
રણવીર સિંહે કપિલ દેવનું પાત્ર ભજવ્યું હતું જ્યારે દીપિકા પાદુકોણ રોમી ભાટીયાના રોલમાં હતી. રણવીર સિંહ પાસે ‘જયેશભાઈ જાેરદાર’ સિવાય કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’ છે, જેમાં તેની ઓપોઝિટમાં આલિયા ભટ્ટ છે. તે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં પણ કામ કરી રહ્યો છે.SSS