ભગવાન રામના ભારતમાં સીતાના નેપાળ અને રાવણની લંકા કરતા પેટ્રોલ મોંઘુઃ સ્વામી
નવી દિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવોના પગલે પોતાની જ સરકાર પર નિશાન સાધ્યુ છે.
સ્વામીએ કહ્યુ હતુ કે, ભગવાન રામના ભારતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 93 રુપિયા, સીતાના નેપાળમાં 53 રુપિયા અને રાવણની લંકામાં 51 રુપિયા છે.
સ્વામીએ કરેલા ટ્વિટ બાદ તેને લઈને ચર્ચાઓ શરુ થઈ છે.સ્વામીએ આ ટ્વિટ કર્યુ તેના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે બજેટમાં કરેલી જાહેરાત પ્રમાણે પેટ્રોલ પર પ્રતિ લિટર 2.5 રુપિયા અને ડીઝલ પર ચાલ રુપિયા પ્રતિ લિટર સેસ નાંખવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે અને તેના કારણે દેશમાં મોંઘવારી વધે તેવી પણ દહેશત વ્યક્ત કરાઈ રહી છે.જોકે છેલ્લા ત્રણ દિવસથી ભાવ સ્થિર છે.જોકે સુબ્રમણ્યમ સ્વામી અગાઉ પણ અલગ-અલગ મુદ્દે પોતાની જ સરકારની જાહેરાતમાં ટીકા કરી ચુક્યા છે.તેમના માટે આ નવી વાત નથી.