ભગવાન શંકર પાંડવોથી નારાજ હતા એટલે અંતરધ્યાન થઈ ગયા અને કેદારમાં જતા રહ્યા હતા
કેદારનાથનું મંંદિર ૪૦૦ વર્ષ સુધી બરફથી ઢંકાયેલું રહ્યુ હતું-
કેદારનાથ મંદિરનું નિર્માણ મોટા મોટા પત્થરો, શિલાલેખો દ્વારા કરવામાં આવ્યુ છે, આ શિલાલેખોને પરસ્પર જાેડવા માટે સિમેન્ટને બદલે ઈન્ટરલોકીંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે
કેદારનાથ ભારતમાં ઉતરાખંડના ઋદ્રપ્રયાગ જીલ્લામાં આવેલુ છે. કેદારનાથનો સમાવેશ ૧ર જ્યોર્તિલિંગમાં થાય છે. કેદારનાથ મંદિરનુૃ નિર્માણ દ્વાપર યુગમાં થયુ હોવાનુૃ મનાય છે. કેદારનાથનું સૌથી મોટુ રહસ્ય શિવલીંગ છે. આ શિવલીંગ ત્રિકોણાકારનો એક મોટો પત્થર છે. આ શિવલીંગ સ્વયંભૂ પ્રગટ થયુ હોવાનું મનાય છે.
આ શિવલીંગના નિર્માણની પાછળ પાંડવો અને ભગવાન શિવ સાથે જાેડાયેલી કથા પ્રચલિત છે. મહાભારતના યુધ્ધમાં વિજયી થયા બાદ પાંડવો ભાઈેઓની હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શંકરના આશિર્વાદ લેવા ઈચ્છતા હતા.
ભગવાન શંકર પાંડવોથી નારાજ હતા એટલે અંતધ્યાન થઈ ગયા અને કેદારમાં જતા રહ્યા. પાંડવો તેમને શોધતા શોધતા કેદાર પહોંચ્યા. ભગવાન શંકર ભેસનુૃં રૂપ ધારણ કરીને અન્ય પશુઓ સાથે મળી ગયા હતા.
ભીમે વિશાળ રૂપ ધારણ કરીને બે પહાડો પર પગ ફેલાવી દીધા. બીજા પશુઓ પગ નીચેથી નીકળી ગયા પણ શંકરરૂપી ભેસ ભીમના પગ નીચેથી જવાને બદલે અંતધ્ર્યાન થવા લાગ્યા. એ જ સમયે ભીમે બળદની ત્રિકોણાત્મક પીઠનો ભાગ પકડી લીધો. ભગવાન શંકર પાંડવોની ભક્તિને જાેઈને પ્રસન્ન થઈ ગયા. ત્યારબાદ શંકર ભગવાનની ભેંસની પીઠની આકૃતિ પીંડના રૂપમાં કેદારનાથમાં પૂજાય છે.
એંવું પણ કહેવાય છે કે નર અને નારાયણ (ભગવાન વિષ્ણુ) આ જગ્યા પર ભગવાન શિવની તપસ્યા કરી રહ્યા હતા. તેમની તપશ્યાથી પ્રસન્ન થઈને શિવે દર્શન આપ્યા હતા. એ પછી શિવે પોતાના એક રૂપને હંમેશા માટે આ જગ્યા પર જ્યોંર્તિલીંગના રૂપમાં નિવાસ કરવાના આશિર્વાદ આપયા હતા. તેથી કેદારનાથનું સ્થાન જ્યોર્તિલીંગ માં સમ્મલિત થઈ ગયુ.
કેદારનાથ મંદિરનું નિર્માણ મોટા મોટા પત્થરો, શિલાલેખો, દ્વારા કરવામં આવ્યુ છે. આ શિલાલેખોને પરસ્પર જાેડવા માટેે સિમેન્ટનેે બદલે ઈન્ટરલોકીંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બરફના પર્વતોની વચ્ચે આવેલું આ કેદારનાથ મંદિર મુખ્ય પાંચ નદીઓના સંગમ છે.
આ નદી મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતિ અને સ્વર્ણગીરી છે. એવી માન્યતા છે કે બ્રાહ્મણ ગુરૂ શંકરાચાર્યના સમયથી જ સ્વંતઃ ઉત્પન્ન થયેલા આ શિવલીંગની આરાધના કરે છે. એવું કહેવાય છે કે કેદારનાથ મંદિરની પાછળ શંકરાચાર્યની સમાધિ છે. તેમણે કેદારનાથ ધામમાં જ મહાસમાધિ લીધી હતી.
ઈન્સ્ટીટ્યુટ ઓફ હિમાલયન જીયોલોજીના રીપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે કેદારનાથ મંદિરે ૪૦૦ વર્ષ સુધી બરફથી ઢંકાયેલુ રહ્યુ હતુ. રીપોર્ટ અનુસાર ૧૩મી શતાબ્દીથી લઈને ૧૭મી શતાબ્દીની વચ્ચે હિમયુગની શરૂઆત થઈ હતી. આ સમયે આખું કેદારનાથ ધામ બરફથી ઢંકાયેલુ હતુ. ર૦૧૩માં આવેલા ભયાનક પુરથી પણ કેદારનાથને કોઈ નુકશાન થયુ નહોતુ.
ચારધામની યાત્રામાં કેદારનાથ મંદિર પણ સામેલ છે. આ ઉપરાંત બદ્રીનાથ, ગંગોત્રી, અને યમુનોત્રીનો સમાવેશ થાય છે. કેદારનાથનું મંદિર, છ મહિના માટેે ખોલવામાં આવે છે. અને છ મહિના સુધી બંધ રહે છે. કેદારનાથના મંદિરમાં પ્રગટાવવામાં આવતી અખડ જ્યોત રહસ્યમય છે. જ્યારે મંદિરના પૂજારીઓ દ્વારા શિયાળામાં મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે
એ પહલાં મંદિરની અંદ એક દિપક પ્રગટાવવામાં આવે છે. છ મહિના પછી પણ જયારે મંદિરના દ્વાર ફરીથી ખોલવામાં આવે છે ત્યારે પણ એ દિપક એ જ રીતે પ્રગતો જાેવા મળે છે. ર૦૧૩માં જયારે ભયાનક પૂર આવ્યુ હતુ અને મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા ત્યારે પણ અખંડ દિપક પ્રગટી રહ્યો હતો.