ભગવાન શિવનું સૌથી મોટું 7 ફૂટ ઉચુ શિવલિંગ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Raysen.jpg)
અધૂરૂં છતાં અનોખું ભોજેશ્વર મંદિર -એવું કહેવામાં આવે છે કે આ સ્થાનકમાંનું આ શિવલિંગ અખંડ પથ્થરથી બનેલું
દુનિયાનું સૌથી મોટું શિવલિંગ છે. ઈતિહાસમાં નોંધાયેલા આ સ્થળની મુલાકાત આનંદ અને આસ્થાનો સમન્વય બને છે
ભોજેશ્વર મંદિર મધ્ય પ્રદેશના રાયસેન જીલ્લામાં આવેલું છે. આ મંદિર ભગવાન ભોળેનાથને સમર્પિત છે. એટલે એ ભોજેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે. મધ્ય પ્રદેશના મુખ્ય મંદિરોમાંનું એ એક ઐતિહાસિક મંદિર છે, જે પર્યટકોને લગાતાર આકર્ષિત કરે છે. આ મંદિરનું નિર્માણ અધૂરૂં છે. ત્યાં ભગવાન શિવનું સાત ફૂટ ઉચુ શિવલિંગ છે.
મંદિરનો ઈતિહાસ ભોજેશ્વર મંદિરનો ઈતિહાસ ઈ.સ. પૂર્વે ૧૦પપથી શરૂ થાય છે. એના નિર્માણનો શ્રેય પરમાર વંશના રાજા ભોજને જાય છે. તેમણે ૧૧મી સદી આસપાસ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. કેટલાક અજ્ઞાત કારણોસર તેનું કામ અધવચ્ચે રોકી દેવામાં આવ્યું હતું.
એક વાયકા એવી પણ ખરી કે એક રાતમાં આ મંદિર તૈયાર કરવાની ગણતરી હતી જ છેવટે ફળીભૂત થઈ ન હતી.વળી એવું પણ માનવામાં આવે છે કે પાંડવોએ એનું નિર્માણ શરૂ કર્યુ, બીજા દિવસની સવાર સુધી મંદિર પૂર્ણ ના થતાં તેમણે કામ અધૂરૂં મૂકી દીધું હતું. કોઈક અનોખી રીતનો પ્રયોગ કરીને આ મંદિરના નિર્માણ વખતે ૭૦ ટન પથ્થરોને અંદર લઈ આવવામાં આવ્યા હતા.
મંદિરનું બાંધકામ ભોજેશ્વર મંદિરનું બાંધકામ આકર્ષક છે. મંદિરના શિવલિંગને ત્રણ અંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. ત્રણેય અંગો એકબીજાની પર લગાવવામાં આવ્યા છે. શિવલિંગને એક મંચ પર મુકવામાં આવ્યું છે, જે ચોરસ છે. એક જ પથ્થરથી બનેલું આ શિવલિંગ પુરાતત્વીય વાસ્તુકાળનું એક પ્રતિક પણ છે. મંદિરના પ્રવેશદ્વાર પર અપ્સરાઓનાં ચિત્રો છે. ઉપરાંત ઉમા-મહેશ્વર, લક્ષ્મી-નારાયણ અન સીતા-રામના સ્તંભ પણ બનેલા છે. પાંડવોએ આ મંદીરનું નિર્માણ પોતાના વનવાસ દરમિયાન કર્યુ હતું.
મંદિર નજીકથી બેતવા નદી વહે છે. આ મંદિર સવારે છ થી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લુ હોય છે.
મંદિરમાં પ્રસ્થાપિત મહાકાય શિવલિંગને કારણે તેને ઉત્તર ભારતનું સોમનાથ કહેવામાં આવે છે. મંદિરમાં અનેક રહસ્યો દટાયેલાં છે. ઈતિહાસકારોનું માનવું છે કે મંદિરનું નિર્માણ અધૂરૂં રહેવા પાછળનું કારણ સાધનોની અછત, પ્રાકૃતિક આફત ે રાજા ભોજનું નિધન જેવું કોઈ પણ હોઈ શકે છે.
કેવી રીતે જશો ? મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી આ મંદિર ૩૦ કિલોમીટર દૂર છે, એટલે સૌથી નજીકનું એરપોર્ટ ભોપાલ છે. શિવમંદિર અને એરપોર્ટ વચ્ચે પ૦ કિલોમીટર જેટલું અંતર છે. નજીકનું રેલ્વે સ્ટેશન હબીબગંજ તથા ભોપાલ છે. સ્ટેશનથી વાહનમાં ભોજપુર સહેલાઈથી પહ ંચી શકાય છે. બાય રોડ ભોજપુર આસપાસનાં શહેરો સાથે સારી રીતે કનેક્ટેડ છે.
ક્યારે જશો ?
ભોજેશ્વર મંદિર અને આસપાસ ફરવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી માર્ચ મહિનાનો છે. મહાશિવરાત્રિ અને મકર સંક્રાંતિ દરમિયાન ત્યાં પર્યટકોની વિશેષ ભીડ હોય છે.
ખાણીપીણીનુેં શું ? ભોજપુરમા દાલ-બાફલા, લસ્સી, શેરડીનો રસ અને ભોપાલી પાનસોપારીની મજા માણવા જેવીછે. ભોજપુર ભોપાલથી નજીક હોવાને કારણે ભોપાલની જાણીતી વાનગીઓ જેમ કે બિરયાની તથા ખાટા-મીઠા મસાલેદાર ચાટનો આનંદ પણ ત્યાં માણવા મળે છે.