Western Times News

Gujarati News

ભડકાઉ હેશટેગ ચલાવનારા એકાઉન્ટ બંધ કરે ટ્વિટર નહીંતર કાર્યવાહી થશે

નવી દિલ્હી, મોદી સરકાર ખેડૂતોનો નરસંહાર કરશે તેવુ હેશટેગ તાજેતરમાં ટ્વિટર પર ચલાવવામાં આવ્યુ હતુ.જેને લઈને સરકારે હવે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર સામે આકરુ વલણ અપનાવ્યુ છે.

સરકારે આ મુદ્દે ટ્વિટરને આખરી નોટિસ આપીને કહ્યુ છે કે, જો ટ્વિટરે સરકારની વાત નહીં માની તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સરકારના નવા કૃષિ કાયદા સામે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે.ખાસ કરીને દિલ્હીની બોર્ડર પર હજારો ખેડૂતોનો જમાવડો છે અને બીજી તરફ ફરી 26 જાન્યુઆરી જેવી હિંસા ના થાય તે માટે પોલીસ સુરક્ષા વધારી રહી છે.આ દરમિયાન તાજેતરમાં ટ્વિટર પર એક હેશટેગ ચલાવાયુ હતુ અને તેનુ નામ હતુ modiplannnigfarmergenocied…જેનો અર્થ થાય છે કે , મોદી સરકાર ખેડૂતોનો નરસંહાર કરવાનુ આયોજન કરી રહી છે.

એ પછી ટ્વિટરને સરકારે આવા હેશટેગ ચલાવનાર એકાઉન્ટ પર કાર્યવાહી કરવા માટે તાકીદ કરી હતી.જોકે બે ચાર કલાક આવા એકાઉન્ટ બંધ રાખ્યા બાદ ટ્વિટરે આ એકાઉન્ટ ફરી ચાલુ કરી દીધા હતા.જેના પગલે ટ્વિટર પર સરકાર રોષે ભરાઈ છે.સરકારે ફરી ટ્વિટરને નોટિસ આપીને કહયુ છે કે, ટ્વિટરે સરકારનો આદેશ માનીને એકાઉન્ટ બંધ કરવા પડશે નહીંતર કાર્યવાહીનો સામનો કરવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.