ભડિયાદ જતાં પદયાત્રી માટે સેવા કેમ્પ
દરવર્ષ ની જેમ આ વરસે પણ મનસુરી પરિવાર-સરખેજ ,ઉમંગ સેવા ટ્રસ્ટ અને મંગલ મંદિર માનવ સેવા –બગોદરા દ્વ્રારા ભડિયાદ જતાં પદયાત્રી ઑ માટે મફત દવા,નાસ્તા,પાણી,અને છાસની સુવિધા માટે ખૂબ જ સુંદર સેવા પોગ્રામ નું આયોજન કરવા માં આવ્યું.
આ કેમ્પ માં ૮ થી ૯ હજાર જેટલા શ્રધ્ધારૂઑ એ દવા,નાસ્તા,પાણી,અને છાસ ની સુવિધા નો લાભ લીધો, કેમ્પ માં આવતા શ્રધ્ધારૂઑને દવા,નાસ્તા,પાણી,અને છાસ ની જરૂર હતી તેમને અમારા મનસુરી પરિવાર ના સદસ્યો દ્વારા પ્રેમ થી સેવા આપવા માં આવી.
આકેમ્પમાં મનસુરીપરિવારના ઇકબાલભાઈ, હસીનાબેન, શરીફાબેન,સિરાજભાઈ,રાબીયાબેન, જહીરભાઈ,નજમાબેન,રિજવાનાબેન, સાહીલ, જેબા,અમન, રૂહાન, મિજાન,અલ્ફીના,વર્દા,હાફિલ, ફૈજ, શેજા,નેહાન, મંગલ મંદિર બગોદરા ના દિનેશભાઇ લાઠીયા અને ઉમંગ સેવા ટ્રસ્ટ ના સરફરાજ મનસુરી, નઇમ પઠાણ દ્વારા આ સેવાના કાર્યમાં ભાગ લીધો,આ સમગ્ર પોગ્રામ નું આયોજન સિરાજભાઈ અને હસીનાબેન દ્વારા ખૂબ સુંદર કરવા માં આવ્યું હતું .