ભડિયાદ જતાં પદયાત્રી માટે સેવા કેમ્પ
દરવર્ષ ની જેમ આ વરસે પણ મનસુરી પરિવાર-સરખેજ ,ઉમંગ સેવા ટ્રસ્ટ અને મંગલ મંદિર માનવ સેવા –બગોદરા દ્વ્રારા ભડિયાદ જતાં પદયાત્રીઑ માટે મફત દવા, નાસ્તા, પાણી,અને છાસની સુવિધા માટે ખૂબ જ સુંદર સેવા પોગ્રામનું આયોજન કરવા માં આવ્યું. આ કેમ્પ માં ૮ થી ૯ હજાર જેટલા શ્રધ્ધાળુઓએ દવા,નાસ્તા,પાણી,અને છાસની સુવિધાનો લાભ લીધો,
કેમ્પમાં મનસુરી પરિવારના સદસ્યો દ્વારા સેવા આપવામાં આવી.
આકેમ્પમાં મનસુરી પરિવારના ઇકબાલભાઈ, હસીનાબેન, શરીફાબેન,સિરાજભાઈ,રાબીયાબેન, જહીરભાઈ, નજમાબેન, રિજવાનાબેન, સાહીલ, જેબા, અમન, રૂહાન, મિજાન,અલ્ફીના, વર્દા, હાફિલ, ફૈજ, શેજા,નેહાન, મંગલ મંદિર બગોદરા ના દિનેશભાઇ લાઠીયા અને ઉમંગ સેવા ટ્રસ્ટના સરફરાજ મનસુરી, નઇમ પઠાણ દ્વારા આ સેવાના કાર્યમાં ભાગ લીધો,આ સમગ્ર પોગ્રામ નું આયોજન સિરાજભાઈ અને હસીનાબેન દ્વારા ખૂબ સુંદર કરવા માં આવ્યું હતું .