ભણવા માટે ઠપકો આપતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો
અમદાવાદ, રાજ્યમાં અવાર નવાર આપઘાતના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષની યુવતીએ હાથની નશ કાપીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.
યુનિવર્સિટીમાં અભ્યાસ બાબતે માતા પિતા સાથે ઝઘડો થતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં યુવતીએ ઘરના ચોથા માળ જઈ ટેરેસ પર પોતાને અંદરથી છરી વડે હાથની નશ કાપી, પથ્થર સાથે માથા પછાડીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ યુવતી લોહીલુહાણ થઈ જતા માતા પિતાએ ૧૮૧ અભ્યમ હેલ્પલાઈનની મદદ લીધી હતી
આપઘાતનો કિસ્સો જાણ્યા બાદ, ૧૮૧ની અભ્યમ દ્વારા ફોન પર સમગ્ર ઘટના અંગે વિગતો મેળવી ૧૮૧ની અભ્યમ હેલ્પલાઈનની ગાડી ગોમતીપુર યુવતીના ઘરે આવી પહોંચી હતી અને આખરે અભ્યમની ટીમે ખૂબ સમજાવ્યા બાદ જ યુવતીએ ટેસરનું લોક ખોલ્યું હતું જેમાં યુવકી ઈજાગ્રસ્ત અને લોહી લુહાણ હાલતમા જણાતા અભ્યમ ટીમે તાત્કાલિક ૧૦૮ સંપર્ક કર્યો હતો અને ઈજાગ્રસ્ત યુવતીને ૧૦૮ મારફતે હોસ્પિટલ લઈ જવાઈ હતી, આપઘાતના પ્રયાસના આ કિસ્સા બાદ આસપાસના રહેશોમાં પણ ખળભળાટ વ્યાપી ગયો છે,HS