ભત્રીજાએ કુહાડીનાં ઘા ઝીંકી કાકા-કાકીની હત્યા કરી
ગોધરા, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ભત્રીજાએ સામાન્ય બાબતે પોતાના કાકા કાકીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા છે.સંભાલી ગામમાં બનેલી ઘટનામાં પોલીસે હત્યારા ભત્રીજાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. કાકા કાકી ઘેર એકલા જ હતા દરમિયાન ભત્રીજાએ કાકાએ કામ કાજ કરવા અંગે આપેલા ઠપકા મુદ્દે આવેશમાં આવી આશ્રય આપનારા કાકા કાકીને મોતને ઘાટ ઉતારી દીધા છે.
શહેરા તાલુકાના સંભાલી ગામના નાયક ફળિયામાં રહેતાં શ્રમજીવી અર્જુનભાઈ અને રાધાબેન નાયક સાથે તેમનો ભત્રીજાે જ્યંતી રહેતો હતો.જ્યંતીના લગ્ન થયા બાદ તેને બે સંતાન પણ છે પરંતુ જે અને તેની પત્ની હાલ પીયરમાં રહે છે.જયારે જ્યંતી એકલો કાકા કાકી પાસે રહેતો હતો.
દરમિયાન જ્યંતીને તેના કાકાએ લાકડા કાપવા જતો નથી અને બેઠા બેઠા ખાવું છે એવી ટકોર કરી હતી. જ્યંતીને કાકાએ કરેલો ઠપકો મનમાં જાણી લાગી આવ્યો હોય એમ તેણે શનિવારની રાત્રીએ કાકા કાકીને નિશાન બનાવ્યા હતા. અર્જુનભાઇના પુત્ર સહિતના સ્વજનો શનિવારે રાત્રે એક માંગલિક પ્રસંગમાં ગયા હતા.
દરમિયાન અર્જુનભાઇ અને તેમની પત્ની ઘરે એક ખાટલામાં સુઈ ગયા હતા.બીજી તરફ કાકા કાકી ઘેર એકલા જ હતા જેનો લાભ તેમના ભત્રીજા જ્યંતીએ ઉઠાવ્યો હતો અને ભર નિંદ્રામાં પોઢી રહેલા કાકા કાકી ઉપર કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને બંનેને ગોદડું ઓડાડી દીધું હતું.
અર્જુનભાઇનો પુત્ર સહિત ઘરે આવ્યા હતા પરંતુ માતા પિતા એક ખાટલામાં ઉંઘતા જાેઈ તેમના પુત્રે ઉઠાડ્યા નહોતા.જેનાબાદ સવાર થતાં માતા પિતાને ઉઠાડવા ગયેલા પુત્રે ગોદડી હટાવી જાેતાં જ તેના માતા પિતા લોહી લુહાણ સ્થિતિમાં મૃત હાલતમાં જાેવાયા હતા અને વધુ તપાસ કરતાં કુહાડી મળી આવી હતી જેથી પોતાના માતા પિતાની હત્યા કરવામાં આવી હોવાનું જણાય આવ્યું હતું.