Western Times News

Gujarati News

ભત્રીજીના લગ્નની ખરીદી માટે લાવેલા રૂપિયાની ચોરી

અમદાવાદ, રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો માટે ચેતવણીરૂપ કિસ્સો શહેરના નરોડા વિસ્તારમાં જોવા મળ્યો છે. રાજસ્થાનથી ભાઇની દીકરીના લગ્ન માટે ખર્ચ ના રૂપિયાની સગવડ કરવા માટે અમદાવાદ આવવું એક વ્યક્તિને ભારે પડ્યું છે. રાજસ્થાનના દલપત સિંહ ચાવડા તેમના ભાઈની દીકરીના લગ્ન હોવાથી રૂપિયાની સગવડ કરવા માટે તેમના સગાને ત્યાં આવ્યા હતાં. જ્યાં દસક્રોઈ દેના બેંકમાંથી તેમણે રૂપિયા આઠ હજાર ઉપાડ્યા હતાં અને અગાઉ તેમના મિત્રને ઉછીના આપેલ એક લાખ રૂપિયા પરત લીધા હતા. બાદ માં તેમને કઠવાડા જી.આઈડીસીમાંથી ભત્રીજા પાસે થી રૂપિયા ૧૫ હજાર લઈને રીક્ષામાં બેસીને દહેગામ સર્કલ આવ્યા હતા.

ત્યાંથી તેઓને તેમના ભાભીને ત્યાં ગેલેક્ષી ૮૮ દહેગામ રોડ જવાનું હોવાથી રીક્ષા ઊભી રાખવી રીક્ષામાં બેઠા હતા. આ સમયે તેમની પાસે એક ખિસ્સામાં ૧ લાખ ૧૮ હજાર અને બીજા ખિસ્સામાં રૂપિયા ૫ હજાર હતા. રીક્ષામાં પાછળની સાઇડમાં બે પેસેન્જર જ્યારે ડ્રાઇવરની બાજુમાં એક પેસેન્જર બેઠો હતો. જોકે, થોડે આગળ જતાં રીક્ષા ડ્રાઇવરે તેની બાજુમાં બેસેલ ઈસમને આગળ પોલીસ હોવાનુ કહી ને પાછળની સીટમાં બેસાડ્યો હતો. બાદમાં ગેલેક્ષી આવી જતા ફરિયાદી રીક્ષામાંથી નીચે ઉતરતા જ ભાડું આપે તે પહેલાં રીક્ષા ડ્રાઇવર એ રીક્ષા હંકાવી દીધી હતી. જેથી ફરિયાદી ને શંકા હતી તેમણે ખિસ્સા માં જોતા રૂપિયા ૧ લાખ ૧૮ હજારની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે, બનાવની જાણ તેમના સંબંધીને કરતા તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. રીક્ષામાં ડ્રાઇવર સહિત કુલ ચાર જણા સવાર હોવાનુ જાણવા મળ્યુ છે. આમ અમદાવાદ શહેરમાં રીક્ષા ગેંગે આતંક મચાવ્યો છે, પેસેન્જરના સ્વાંગમાં ફરતા ગઠિયા દ્વારા સામાન્ય માણસના ખીસ્સા કાપી લેવામાં આવે છે અને તેના કારણે આવા કિસ્સામાં તો દીકરીઓના લગ્ન અટવાઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. જોકે, સામાન્ય માણસ સ્વપ્નમાં પણ કલ્પના ન કરી શકે કે તેમની સાથે રીક્ષામાં આવી ઠગાઈ થઈ શકે છે પરંતુ આસપાસના પેસેન્સજરોના સ્વાંગમાં ચોર ટોળકી જ બેસેલી હોય છએ. સુરતમાં પણ આ પ્રકારનો આતંક વધતા થોડા સમય પહેલાં જ રીક્ષા ગેંગ પકડાઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.