ભદ્રકાળીમાં જમવાની ડિશો આપવા ગયેલા શખ્સને માર્યો
શહેરના કારંજ વિસ્તારમાં એક યુવક ભદ્રકાળી મંદિરમાં જમવાની ડિશો મહારાજને આપવા જતો હતો તે સમયે એક શખ્સ ત્યાં આવ્યો અને બાદમાં પોલીસનો બોગસિયો છે તેમ કહી તેની સાથે મારામારી કરી તેને ધમકી આપી હતી. સમગ્ર મામલે કારંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેર જાણે અનલાૅક થયા બાદ ગુનાખોરીનું એપી સેન્ટર બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. લોકો જાહેરમાં મારામારી કે ધમાલ કરતા ખચકાતા નથી. તેવામાં શહેરના કારંજ વિસ્તારમાં બનેલી આ ઘટના તેનું ઉદાહરણ છે.
કારંજમાં રહેતા રાજુભાઈ પારેખ તે જ વિસ્તારમાં ઝેરોક્ષનું કામ કરે છે . ગઈકાલે તેઓ સવારે ભદ્રકાળી મંદિરના મહારાજને જમવાની ડીસો આપવા ગયા હતા. તે સમયે ત્યાં એક શખ્સ આવ્યો હતો તેણે રાજુભાઈને પોલીસનો બોગસિયો કહેતા રાજુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. અને રાજુભાઈએ આ વ્યક્તિને પુછ્યું હતું કે તું આવું તું કોને બોલે છે જેથી સામેવાળા શખ્સે રાજુભાઈ ને કહ્યું કે તે તેમને બોગસિયો કહે છે.
જેથી રાજુભાઈએ વિરેન્દ્ર પારેખ નામના વ્યક્તિ સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે રાજુભાઈ પારેખ હકીકતમાં પોલીસનો બાતમીદાર છે કે કેમ તે પણ એક સવાલ ઉપસ્થિત થયો છે.