ભદ્ર કોર્ટ સંકુલમાંથી વકીલો અરજદારોને બહાર કઢાયા

કોરોનાનો પ્રસાર અટકાવવા તકેદારીના પગલાં
અમદાવાદ: કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે આપેલા નિર્દેશોના પગલે આજે અમદાવાદ ક્રિમિનલ કોર્ટ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ અને સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટોમાં કામકાજ ઠપ્પ થઈ ગયા છે. બપોરના એક વાગ્યે ત્રણેય કોર્ટોમાંથી વકીલો, અરજદારો તમામને કોર્ટ સંકુલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બપોરના ૧ર.૪પ વાગ્યે કોર્ટના તમામ દરવાજાઓ બંધ કરી દેવાયા હતા. અદર રહેલાઓને બહાર જવાની જ છૂટ હતી.
બીજી તરફ ઘીકાંટા મેટ્રોપોલીટન કોર્ટમાં વકીલો માટે માસ્ક આપવામાં આવ્યા હતા. કોર્ટોમાં કામકાજ બંધ હોવાની જાહેરાત છતાં કેટલાંક અસીલો કોર્ટ સંકુલમાં આવ્યા હતા. પરંતુ વકીલોએ તેમને પરત મોકલી દીધા હતા. અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસીએશન દ્વારા વકીલોને માસ્ક ફ્રી આપવામાં આવ્યા હતા. કોર્ટ સંકુલના તમામ વકીલોને માસ્ક લઈ જવા જણાવવામાંઅ ાવ્યુહ તુ. જ્યારે ગ્રામ્ય કોર્ટમાં નોટીસ બોડ .પર અરજન્ટ કેસ સિવાયના કેસની સુનાવણી બંધ હોવાથી લોકોને ભીડ નહીં કરવા અપીલ કરી હતી.
બીજી તરફ એક વાગ્યે સેશન્સ કોર્ટોના જજાએ નીચે આવીને વકીલોને રૂમ ખાલી કરાવી બંધ કરાવ્યો હતો. ઉપરાંત કેન્ટીન અને જેલ કમ્પાઉન્ડ એક વાગ્યે ખાલી કરાવાયુ હતુ. જા કે કેટલાંક વકીલો કોર્ટની બહાર આવેલા ગુજરાત કલબમાં બેસવા જતાં તેમને પણ બહાર નીકળી જવાની અપીલ કરવામાં આવી હતી. કેટલાંક વકીલો તો સાંજે પાંચ વાગ્યા સુધી કોર્ટ કમ્પાઉન્ડની બહાર ઉભા રહ્યા હતા.