ભરણ પોષણના ૭ કરોડ ચુકવવાના બદલે પતિ અમેરીકા ભાગી ગયો
(એજન્સી) અમદાવાદ, પત્નીને ભરણપોષણ પેટે ભેગી થયેલી રૂા.૭ કરોડની રકમ ચુકવવાના બદલે પતિ અમેરીકા જતો રહેતા પત્નીએ પતિ સામે કરેલી કન્ટેમ્પ્ટની અરજીમાં હાઈકોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.
હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યુ છે કે સરકાર અને તેની મશીનરી હાઈકોર્ટને કેેસમાં જરા પણ સહકાર આપતા નથી. તેનો આ શ્રેેષ્ઠ ઉદાહરણરૂપ કેસ છે. કેન્દ્ર સરકારના વકીલની રજુઆત રહી છે કે સંબંધિત વિભાગ પાસેથી આ કેસ સંદર્ભેે માહિતી મળશે એટલે જવાબ રજુ કરવામાં આવશે.
આ કેસમાં અધિકારીના બે જવાબદારપણાના લીધ વિલેબ થાય છે. હાઈકોટેે આશા રાખદી છે કે સંબંધિત અધિારીને ડહાપણ આવે અને વકીલને જાેઈતી માહિતી ઉપલબ્ધ કરાવે. આ આદેશની નકલ સંબંધિત વિભાગના સેક્રેટરીને મોકલો.
અરજદારના વકીલની રજુઆત હતી કે પતિ અમેરીકા જતો રહ્યો છે. આ અંગે પત્નીએ ક્રાઈમ બ્રાંચને રજુઆત કરેલી છે. જેણે તેનો રીપોર્ટ કેન્દ્રીય ગૃહવિભાગને મોકલેલો છે.
જાે કે કેસમાં શુૃ પ્રગતિ થઈ છે કે અંગે પણ કેન્દ્રએ કોઈ જવાબ આપતુ નથી. ભારત-અમેરીકા વચ્ચેની સંધિના આધારે તને પરત બોલાવો. પતિ અમેરીકામાં દર મહિને રૂા.૧૦ લાખ કમાય છે અને હાઈકોર્ટે વળતર પેટે દર મહિને રૂા.૧ લાખ ચુકવવા આદેશ કરેલ છે.