Western Times News

Gujarati News

ભરતસિંહે દિલ્હીની વાટ પકડતાં રાજકારણ ગરમાયું

કોંગ્રેસના પ્રમુખપદ માટે મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી તથા શક્તિસિંહ ગોહિલ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે

અમદાવાદ, રાજ્યમાં અગામી વર્ષે વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે જે ને ધ્યાને રાખી ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સક્રિય બન્યા છે. ગુજરાત કોગ્રેસના પ્રમુખ તથા વિઘાનસભાના વિરોધપક્ષના નેતાના પદ માટે લોબીગ શરૂ કર્યુ છે.

દિલ્હી દરબારમાં આ અંગે મંથન ચાલુ થયુ છે ત્યારજ ભરતસિંહે દિલ્હીની વાટ પકડતાં રાજકારણ ગરમાયુ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામુ આપ્યુ હતું. ગુજરાત કોંગ્રેસના પ્રભારા રાજીવ સાતવ કોરોનામાં સપડાયા અને તેમનુ અવસાન થયુ હતું.

રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓને આડે હવે માત્ર દોઢ વર્ષનો સમયગાળો બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના મુખ્ય ત્રણેય પદ ખાલી છે જેના માટે લોબીગંની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદ માટે પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા પુર્વ પ્રમુખ અને પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ચુટંણીના આડે માત્ર દોઢ વર્ષનો સમય ગાળો બાકી છે, ત્યારે મુખ્ય બે પદ માટે રેસ તેજ બની છે.

શનિવારે માંડી સાંજે વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડના ફાર્મહાઉસ ખાતે ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં ઠાકોર સમાજ અને કોળી સમાજના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં મુખ્ય બે પૈકીનું એક પદ ઓબીસી ઠાકોર કે કોળીને આપવાની માંગ કરાઇ છે. ગુજરાત કાંગ્રેસના પ્રભારીના માટે પણ ત્રણથી ચાર નામ હાલ ચર્ચમાં ચાલી રહ્યા છે.

જેમાં બીકે હરી પ્રસાદ, મોહન પ્રકાશ, મુકુલ વાસનીક અને અવિનાશ પાંડેનો સમાવેશ થાય છે. બીકે હરી પ્રસાદ અગાઉ ગુજરાત કાંગ્રેસના પ્રભારી રહી ચુક્યા છે, પણ કોંગ્રેસની સરકાર ન બનાવી શક્યા. મોહન પ્રકાશ વર્ષ ૨૦૧૪માં ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા, ત્યારે કોંગ્રેસ ૨૬ બેઠકો પર હારી હતી. મુકુલવાસનીક રાહુલ ગાંધીની નજીકના નેતા ગણાય છે.

અવિનાશ પાંડેની વાત કરવામાં આવે તો તેઓ રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહી ચુક્યા છે અને ત્યાં સરકાર બની છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી એવા નેતાને બનાવવામાં આવશે કે જે અશોક ગહેલોતની પહેલી પસંદ હોય. કેમ કે અશોક ગહેલોત ગુજરાત કોંગ્રેસના રાજકારણથી અવગત છે. અવનિશ પાંડે રાજસ્થાનના મુખ્યમંત્રીની નજીક હોવાથી તેમની પસંદગી ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે થવાની શક્યતા વધારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.