ભરતસિંહ સોલંકીને પત્નીએ ગર્લફ્રેન્ડ સાથે રંગેહાથ ઝડપ્યા
અમદાવાદ, કોંગ્રેસના નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીને તેમના પત્ની રેશ્મા પટેલે પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધા હોવાનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો મંગળવાર સાંજનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જાેકે તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થઈ તેમજ આ વિડીયોની કોઈ પુષ્ટિ નથી મળી.
ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશ્મા પટેલ વચ્ચે પરસ્ત્રીને લઈને થયેલી જાેરદાર બબાલની કુલ ચાર વિડીયો ક્લીપ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. જેમાં જાેઈ શકાય છે કે, અંધારામાં રેશ્મા પટેલ ભરતસિંહના ઘરમાં દરવાજાે ખોલી પ્રવેશે છે, અને ઘરમાં રહેલી એક યુવતી સાથે ઝપાઝપી શરુ કરે છે.
વિડીયોમાં દેખાઈ રહેલા દ્રશ્યો અનુસાર, રેશ્મા પટેલ દરવાજાે ખોલીને જેવા ભરતસિંહના ઘરમાં પ્રવેશે છે તે જ વખતે ભરતસિંહ દોડતા ત્યાં આવે છે અને ‘પોલીસને બોલાવો..’ તેમ કહીને રેશ્મા પટેલને આવતા અટકાવે છે. જાેકે, રેશ્મા પટેલ તેમજ તેમની સાથે રહેલા કેટલાક લોકો ઘરમાં જબરજસ્તી ઘૂસે છે અને અંદર રહેલી યુવતીના વાળ પકડીને તેને મારવાનું શરુ કરે છે. ભરતસિંહ તેને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમને હડસેલીને દૂર કરી દેવામાં આવે છે.
ત્યારબાદની ત્રણ ક્લીપમાં રેશ્મા પટેલ અને ભરતસિંહના ઘરમાં રહેલી અજાણી યુવતી વચ્ચે થયેલી મારામારી જાેઈ શકાય છે, જેમાં રેશ્મા પટેલ યુવતીના વાળ ખેંચીને તેનું મોઢું કેમેરામાં દેખાય તેવા પ્રયાસ કરી રહ્યા છે.રેશ્મા પટેલ આ યુવતીને એમ પણ કહે છે કે, ‘તું મારા ધણીને લઈને બેઠી છે… તને નહીં છોડું..રેશ્મા પટેલના અચાનક ઘરમાં ઘૂસી જવાથી ભરતસિંહ એટલા ડઘાઈ જાય છે કે તેઓ સિક્યોરિટી ગાર્ડ્સને બૂમો પાડીને પોલીસને બોલાવવા માટે કહે છે.
રેશ્મા પટેલ યુવતીના વાળ ખેંચીને’આનો વિડીયો ઉતારો.. તારું મોઢું બતાય’ એમ કહેતા રહે છે. જાેકે, યુવતી પોતાનો ચહેરો છૂપાવવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરે છે. તે વખતે રેશ્મા પટેલ સાથે રહેલો એક વ્યક્તિ યુવતીને એમ પણ કહે છે કે, આ ધંધા સારા નથી.
એક ક્લિપમાં રેશ્મા પટેલ યુવતીને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે, તે મારો નથી થયો.. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી.. મારો બાપ પણ મરી ગયો.. જેવી દશા મારી થઈ તેવી જ દશા તારી પણ થશે.યુવતી રેશ્મા પટેલને આન્ટી કહીને પણ સંબોધે છે, જેના જવાબમાં રેશ્મા પટેલ તેને એમ કહેતા સાંભળી શકાય છે કે, તું મને આન્ટી કહે છે તો પેલો તારો દાદો ના થયો?
ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેની તકરાર આજકાલની વાત નથી. અગાઉ પણ તેઓ એકબીજા વિરુદ્ધ જાહેરમાં આક્ષેપો કરી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમણે અખબારોમાં એકબીજા વિરુદ્ધ જાહેર નોટિસો પણ છપાવી છે. ભરતસિંહના પત્નીએ અગાઉ પણ એવા આક્ષેપ કર્યા હતા કે તેમના પતિના એક પરસ્ત્રી સાથે સંબંધો છે જેના કારણે પતિએ તેમને તરછોડી દીધા છે.
થોડા સમય પહેલા ભરતસિંહે રેશ્મા પટેલને એક લીગલ નોટિસ ફટકારી હતી. જેમાં જણાવ્યું હતું કે તેઓ ચાર વર્ષથી અલગ રહે છે પરંતુ તેમના પત્ની તેમની વિરુદ્ધ બેફામ રીતે વર્તે છે. ભરતસિંહે પોતાના નામે રેશ્મા પટેલ સાથે કોઈ વ્યવહાર ના કરવા માટે પણ જાહેર જનતાને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રેશ્મા પટેલ ભરતસિંહના બીજા પત્ની છે.ss3kp