Western Times News

Gujarati News

ભરબપોરે હનુમાનજીની દેરીમાં પથ્થર મારીને મૂર્તિને ખંડિત કરનાર ઈસમ પકડાયો..

અસ્થિર મગજના વૃધ્ધે પથ્થર મારતાં મૂર્તિની આંખ અને મુખ ખંડિત થયું હતું : રીપેરીંગનો ખર્ચો આપવાની સંમતિ દર્શાવતા પોલીસ ફરિયાદ ટળી

નડિયાદમાં પશ્ચિમ વિસ્તારમાં ગઈ કાલે  મૂર્તિને ખંડિત કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ભરબપોરે અજાણ્યા વાહનચાલકે હનુમાન દેરીમાં પથ્થર ફેંકી  મૂર્તિને ખંડિત કરતા હિન્દુ સંગઠનોને તથા પોલીસ અધિકારીઓને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા આના કારણે વાતાવરણ ગરમ થયું હતું જોકે પોલીસે સરૂઆત થી જ આ કારસ્તાન મુસ્લિમોનો નથી તેવું કહ્યું હતું અને.

તપાસ દરમ્યાન  પોલીસ ની વાત સાચી નીકળી હતી હિન્દુ ઈસમે આ કારસ્તાન કરીયું હોવાનું બહાર આવતા તેની અટકાયત કરી છે જોકે આ બાબતે કોઈ ફરિયાદ થઈ ન હોય તેને છોડી દીધો છે આ ઈસમ અસ્થિર મગજના હોવાનું પોલીસ કહે છે.પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ પશ્ચિમમાં જિલ્લા પંચાયત ભવન નજીક આવેલ શહીદ સ્મારક નીચે જયશ્રી જાગેશ્વર હનુમાનજીની દેરી આવેલ છે.

ગઈ કાલે શુક્રવારે એક અજાણ્યા એક્ટિવા ચાલકે દાદાની મૂર્તિને ખંડિત કરવાના આશયથી આ નાનકડી દેરીમાં પથ્થર ફેંક્યો હતો. જેના કારણે હનુમાન દાદાની મૂર્તિ ખંડિત થઈ હતી. પથ્થર વાગવાને કારણે દાદાની મૂર્તિના આંખ અને મુખારવિંદ ખંડિત થતાં હનુમાન ભક્તો સહિત હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. બનાવની જાણ વિશ્વ હિન્દુ રપરિષદ, બજરંગ દળ તથા હિન્દુ સંગઠનને થતાં આ સંગઠનો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

તો બીજી તરફ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ડીવાયએસપીએ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે નજીકમાં આવેલ સીસીટીવીની મદદ મેળવતા સમગ્ર મામલો કેમેરામાં કેદ થતા ઉજાગર થયો હતો. પોલીસે તપાસ કરીને અશોકભાઈ જયંતિભાઈ પટેલ (ઉ. વ. ૭૦, રે. શ્રીનાથજી સોસાયટી)ને ઝડપી પાડીને તપાસ કરતા તેઓ સને ૨૦૧૫થી માનસિક બિમારીથી પીડાઈ રહ્યા છે અને ગત ૨૮-૧-૨૨ના રોજ નડીઆદની એક ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ગયા હતા. ત્યારબાદ તેમને ફરીથી ૨૮-૪-૨૨ના રોજ બતાવવા જવાનું હતુ. એ દરમ્યાન ઉક્ત બનાવ બનવા પામ્યો હતો.

જો કે તેમના પત્નીએ ખંડિત થયેલી મુર્તિના રીપેરીંગ અંગે જે કાંઈપણ ખર્ચો થાય તે આપવાની તૈયારી બતાવતા આ અંગે કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી તેમ નડીઆદ પશ્ચિમ પોલીસ દ્વારા જણાવાયું છે..અત્રે નોંધનીય છે કે મૂર્તિ ખંડિત થયાના સમાચાર જાણે હિન્દુ સંગઠનના આગેવાનો દોડી આવ્યા હતા અને પોલીસ તપાસ દરમિયાન આ કારસ્તાન અશોકભાઈ પટેલએ કર્યું હોવાનું બહાર આવતા તેઓ ઠંડા પડી ગયા હતા અને ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હતું માનસિક સ્થિતિ સારી ન ધરાવતા આવા લોકો આવા છમકલાં કરે છે

અને બાદમાં નિર્દોષ પ્રજા મુશ્કેલીમાં મૂકાઇ છે આવી ઘટના વખતે સમજદારીથી કામ લેવા માટે આગેવાનોએ આગળ આવવું જોઈએ તેવું જાગૃત પ્રજા કહે છે માનસિક અસ્થિરતા ધરાવતો આ ઈસમ હોવાનું કહેવાય છે પરંતુ તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ હોત તો આ ઈસમ ભવિષ્યમાં આવું કરતો અટકી જાય તેવું પણ ઘણા લોકો કહે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.