ભરવાડ યુવા સંગઠન દ્વારા વાછરડા સાથે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન
ઢોર પકડવા માટે આપવામાં આવેલ કોન્ટ્રાકટ રદ્દ કરવાની માંગ સાથે આવેદન પાઠવ્યું. |
ભરૂચ: ભરૂચ જીલ્લા ભરવાડ યુવા સંગઠન દ્વારા કલેકટર કચેરી ખાતે વાછરડા સાથે વિરોધ પ્રદર્શન કરી પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા માટે આપવામાં આવેલ કોન્ટ્રાકટ રદ્દ કરવાની માંગણી કરવા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુ. ભરૂચ નગર પાલિકા દ્વારા શહેર માં રખડતા ઢોરો ને પકડવા માટે કામધેનુ ગૌરક્ષા સમિતિ ને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.
જેઓ દ્વારા ગૌપાલકો ની ગાયો ને રખડતા ઢોરો માની પકડી લઈ મનસ્વી રીતે મોટી રકમ વસુલવામાં આવતી હોવાનો આક્ષેપ ભરવાડ યુવા સંગઠન દ્વારા કરી વાછરડા સાથે ભરૂચ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. ગૌચર ની જમીનો અપૂરતી હોવાથી પશુઓ માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે.જેથી આ રીતે ખોટી રકમો વસુલાત કરવા પર અંકુશ મુકવા અને પેટા કોન્ટ્રાકટ રદ્દ કરવાની માંગણી પણ કરવામાં આવી હતી.
આવેદન પત્ર પાઠવવામાં ભરવાડ યુવા સંગઠન ના પ્રદેશ કારોબારી સભ્ય ઝીણાભાઈ ભરવાડ ઉપરાંત આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.