ભરુચના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ આપ્યું
ગાંધીનગર, ગુજરાતમાં ભાજપના સાંસદે રાજીનામું ધરી દેતા ભાજપમાં ભૂકંપ આવ્યો છે. ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર લખ્યો હોવાનો સ્વીકાર કર્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મનસુખ વસાવાનું રાજીનામું ભાજપ માટે મોટો ઝટકો સાબિત થયો છે. સાંસદ મનસુખ વસાવાના પક્ષમાંથી અચાનક રાજીનામાને પગલે હાલ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. સીઆર પાટીલે પણ સ્વિકાર્યું છે કે મનસુખ વસાવાની નારાજગી છે. હાલ શું નારાજગી છે તે બહાર આવી નથી. પરંતુ તેઓ જાહેરમાં સ્વિકાર્યું છે કે મનસુખ વસાવા નારાજ છે.
હાલ ગાંધીનગર કમલમ ખાતે વસાવાને મનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. હાલમાં સીઆર પાટીલ અને મનસુખ વસાવા વચ્ચે બંધ બારણે કમલમમાં મીટિંગનો દોર ચાલી રહ્યો છે.
મનસુખ વસાવાએ પોતાના વિસ્તારના કામોને લઈને બળાપો ઠાલવ્યો છે. ભાજપના સીનિયર નેતા એવા મનસુખ વસાવાએ ઘણી વખત પોતાના નિવેદનો કર્યા છે. હાલ આદિવાસી વિસ્તારના લોકોના કામ ન થતાં હોવાનો તેમનો બળાપો ઠાલવ્યો છે.