ભરુચ જીલ્લાની પાંચ શ્રેષ્ઠ કૃતિઓમાં ઝઘડિયા તાલુકાની ત્રણ કૃતિઓ સ્થાન પામી
(પ્રતિનિધિ) ભરૂચ: ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાની કુરચન પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ જીલ્લાકક્ષાના ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં જીલ્લામાં પાંચ શ્રેષ્ઠ કૃતિઓ સ્થાન પામી હતી જેમાં ઝઘડિયા તાલુકાની ત્રણ કૃતિઓને સ્થાન મળ્યું છે.મોરતલાવ શાળા દ્વારા સ્વચ્છતા અને સ્વાસ્થ્ય,બોરજાઈ શાળા દ્વારા સંશાધન અને વ્યવસ્થાપન અને નવા ટોથીદરા શાળા ધવરા પરિવહન અને પ્રત્યાયન ગાણિતિક નમૂના નિર્માણમાં શ્રેષ્ઠ સ્થાન પામ્યા છે.
જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને ડાયેટ ભરૂચ આયોજિત ભરૂચ જીલ્લાકક્ષાનું ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૯ ચાલુ સાલે આમોદ તાલુકાની કુરચન પ્રાથમિક શાળામાં ગત ૩જી ઓક્ટોબર થી ૫ મી ઓક્ટોબર દરમ્યાન યોજાયું હતું.જેમાં તાલુકાની અસંખ્ય શાળાઓએ પોતાની કૃતિઓ રજુ કરી હતી.
તાલુકા કક્ષાની શાળાઓ માં સારું પ્રદર્શન કરી જીલ્લાકક્ષાએ આવેલ શાળાની કૃતિઓમાં જીલ્લા કક્ષાની પાંચ કૃતિઓને શ્રેષ્ઠ કૃતિ તરીકે સ્થાન મળ્યું હતુ.જીલ્લાકક્ષાએ ટોપ પાંચમાં આવેલ શાળાઓ પૈકી ત્રણ શાળા ઝઘડિયા તાલુકાની રહી છે.વિભાગ ૨ માં મોરતલાવ શાળા એ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય,વિભાગ ૩ માં બોરજાઈ શાળા એ સંશાધન અને વ્યવસ્થાપન અને વિભાગ ૩ માં નવા ટોથીદરા શાળા એ પરિવહન અને પ્રત્યાયન ગાણિતિક નમૂના નિર્માણમાં શ્રેષ્ઠ સ્થાન પામ્યા છે.
જીલ્લામાં શ્રેષ્ઠ આવેલ શાળાઓ રાજ્યકક્ષાએ પોતાની કૃતિઓ રજુ કરશે.શાળાના માર્ગદર્શક શિક્ષકો નીરવભાઈ, અલ્પેશભાઈ,ઉર્વેશભાઈ,શાળા પરિવાર,આચાર્ય,ટીપીઓ વિરલ ચૌધરી,બીઆરસી.કો.ઓ રાજીવ પટેલે જીલ્લાકક્ષાની શ્રેષ્ઠ ટીમોને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી.