ભરુચ નજીક કાર ઝાડ સાથે ટકરાતાં વાહનચાલકનું મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Car.jpeg)
ભરુચ, ભરૂચ અંકલેશ્વર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી વડોદરા જતી કારને અકસ્માત નડ્યો છે. અકસ્માતની ઘટનામાં કાર ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક શખ્સને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ૧૦૮ ની મદદથી સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાે કે, ભરૂચ પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ અંકલેશ્વર વચ્ચે કાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી તે દરમિયાન કારને અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી અને કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. કાર ઝાડ સાથે અથડાતા ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ કારમાં ફસાયો હતો. જાે કે, અકસ્માત સર્જાતા આસપાસના લોકોનુ ટોળું એકત્રિત થયું હતું.
કાર અકસ્માતને પગલે સ્થાનિક લોકો દ્વારા ૧૦૮ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ અને ૧૦૮ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ ૧૦૮ અને સ્થાનિક લોકો દ્વારા કારમાં ફસાયેલા ડ્રાઈવર અને અન્ય એક શખ્સને બહાર કાઢવામાં આવ્યા હતા.
જાે કે, કાર અકસ્માતમાં ડ્રાઈવરનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચેલી પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SSS