Western Times News

Gujarati News

ભરૂચઃ ગાડીનો કાચ તોડી લેપટોપ બેગની ઉઠાંતરી

કલેકટર કચેરીમાં વિડિઓ કોન્ફરન્સ પતાવી GNFCના નીમ સ્ટોરની મુલાકાતે આવ્યા હતા સિનિયર માર્કેટિંગ મેનેજર:  ૧૦૦ નંબર પર કોલ કરતા પોલીસ દોડી આવતાં ફરિયાદ.

ભરૂચ: ભરૂચમાં સતત વાહનચાલકો ને રાહદરીઓ થી ધમધમતા સેવાશ્રમ રોડ પર ગતરોજ મોડી સાંજે જીએનએફસી ના સિનિયર માર્કેટિંગ મેનેજરની કાર ને તસ્કરો એ નિશાન બનાવી કાચ તોડી તેમાં રહેલી લેપટોપ બેગ ની ઉઠાંતરી કરી જતા ચકચાર મચી જવા પામી હતી.તો કંટ્રોલ પર ઘટના અંગે જાણ કરાતાં પોલીસ દોડી આવતા ફરિયાદ ની તજવીજ હાથધરી હતી.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ની જીએનએફસી કંપની માં સિનિયર માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવતા નાથુભાઈ પટેલ ગતરોજ સાંજ ના સમયે પોતાની ફોર વહીલ કાર નંબર જીજે ૧૬ એજે ૨૫૭૫ લઈ કલેકટર કચેરી માં વિડિઓ કોનફરન્સ માટે ગયા હતા જે પતાવી સેવાશ્રમ રોડ પર જીએનએફસી નો નીમ પ્રોજેકટ નો સ્ટોલ આવેલો હોય.

જેની મુલાકાત માટે આવ્યા હતા અને કાર ને હોસ્ટેલ ગ્રાઉન્ડ ની દિવાલ સાથે ફૂટપાથ પર પાર્ક કરી હતી.તેઓ ની સ્ટોર ની મુલાકાત દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમો દ્વારા પાછળ ના ભાગ નો કાચ તોડી અંદર રહેલા લેપટોપ ની બેગ ની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા.નાથુભાઈ પટેલ સ્ટોર ની મુલાકાત લઈ કાર પાસે પરત આવતા તેઓ ની નજર તેમની કાર નો કાચ તૂટેલી હાલત માં જોતા તેઓ એ અંદર રહેલા બેગ ની તપાસ કરતા તે મળી આવેલ નહિ.જેથી તેમને ચોરી થયા હોવાનું માલુમ પડતા તેઓ એ તુરંત ૧૦૦ નંબર પર પોલીસ ને જાણ કરી હતી.જે બાદ પોલીસ વાન ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથધરી હતી.

આ બાબતે નાથુભાઈ એ જણાવ્યું હતું કે કાર માં રહેલ લેપટોપ બેગ માં એચપી નું લેપટોપ,એરટેલ કંપનીનું વાઈફાઈ ડોન્ગલ અને જરૂરી કાગળો અને ચેકબુક હતી જે ચોર ઈસમો લઈ ગયા છે જેની ફરિયાદ ની તજવીજ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક માં આપવાની કાર્યવાહી હાથ ધરતા પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સેવાશ્રમ રોડ પર સાંજ ના સમયે સતત વાહનચાલકો અને રાહદરીઓ થી ધમધમતો હોય છે તેમ છતાં આવી ઘટના બનવા પામી છે ત્યારે પોલીસ ના પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠવા પામ્યા છે કારણકે થોડા જ અંતરે ડીવાયએસપી ની કચેરી પણ આવેલી છે તેમ છતાં તસ્કરો ઘટના ને અંજામ આપી રહ્યા છે.ત્યારે પોલીસ આવી તસ્કર ટોળકી ને ક્યારે ઝડપી પાડે તસ્કરો સામે લાલ આંખ કરે છે તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.