ભરૂચઃ મુસાફર ભરેલી રીક્ષાને રોકવા જતા ચાલકે મોટર સાયકલને અડફેટે લીધી
ભરૂચમાં પોલીસથી બચવા રીક્ષા ચાલકે પોતાની રીક્ષા હંકારી મૂકતા અકસ્માત સર્જાયો : પોલીસે રીક્ષા ચાલકની અટકાયત કરી.
ભરૂચ, ચોથા તબક્કા ના લોકડાઉન માં પોલીસે રીક્ષા ચાલકો એક રીક્ષા માં બે મુસાફરો ને બેસાડી શકશે તેવા નિયમ સાથે રીક્ષા શરૂ કરવા પરવાનગી આપી હતી.પંરતુ રીક્ષા ચાલકે ત્રણ થી ચાર મુસાફરો ને બેસાડી રહ્યા હોવાના કારણે પાંચબત્તી નજીક આવી રીક્ષા ને રોકવા માટે ના પ્રયત્નો કરતા રીક્ષા ચાલક ભાગવા જવાનો પ્રયાસ કરતા અન્ય વાહનને અડફેટ માં લેતા આખરે પોલીસે રીક્ષા ચાલક ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ માં મહંમદપુરા થી પાંચબત્તી તરફ આવી રહેલી એક રીક્ષા માં ચાર જેટલા મુસાફરો ના બેસાડેલા જોઈ પાંચબત્તી નજીક ટ્રાફિક પોલીસ ચોકી નજીક ફરજ ઉપર રહેલા કર્મીઓએ તેને રોકવાનો પ્રયાસ કરતા રીક્ષા ચાલકે પોતાની રીક્ષા પુરઝડપે હંકારી મૂકતા અન્ય વાહન ચાલકને અડફેટે લીધા હતા.
જેમાં એક ટુ વ્હીલર ને અડફેટે માં લેતા વાહન ચાલક રોડ ઉપર ફંગોરાઈ જતા તેને સામાન્ય ઈજાઓ થઈ હતી અને વાહન ને પણ નુકશાન થયું હતું.ટુ વ્હીલર ચાલક જો નજીક ના ડિવાઈડર સાથે અથડાયા હોત તો મોટી ઈજાઓ થવા પામી હતો. તો બનાવ સંદર્ભે પોલીસે રીક્ષા ચાલક ને પોલીસ મથકે લઈ જઈ રીક્ષા ડિટેઈન કરવા સાથે જાહેરનામા ના ભંગ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી હતી.