ભરૂચતંત્રની નિષ્કાળજી થી કોરોના વકર્યો હોવાનો આક્ષેપ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/02-6-scaled.jpg)
આર કે કાસ્ટાના સી વિંગ માં કોરોના પોઝીટીવ મળી આવ્યા બાદ પણ તે મકાનને કોરન્ટાઈન ન કરતા સ્થાનિકોમાં આક્રોશ.
જે મકાન માંથી કોરોના પોઝીટીવ મળી આવ્યો તે ફ્લેટની લિફ્ટનો સતત લોકો કરી રહ્યા છે ઉપયોગ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માં કોરોના ની સંખ્યા માં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે તંત્ર ની નિષ્કાળજી ની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.ભરૂચ ની મધ્યમાં આવેલ આર કે કાસ્ટાના સી વિંગ માં કોરોના પોઝીટીવ દર્દી મળી આવ્યા બાદ પણ તેને મકાન ને તથા વિસ્તારને સૅનેટાઈઝ ન કરવા સાથે કોરન્ટાઈન પણ ન કરવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચ માં કોરોના વાયરસ ના પ્રારંભે તંત્ર એટલું સતર્ક હતું કે જે વિસ્તાર માંથી કોરોના પોઝિટિવ મળી આવે તે વિસ્તાર અને સોસાયટી ને કોરન્ટાઈન કરી સીલ કરી દેતું હતું.ત્યારે ભરૂચ જીલ્લામાં કોરોના વકરી રહ્યો છે અને દિવસે દિવસે પોઝીટીવ દર્દીઓ ની સંખ્યા માં વધારો જોવા મળી રહ્યો છે.
ત્યારે તંત્ર કોરોના નું સંક્રમણ ને નાથવા સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે તેનો જીવતો જાગતો દાખલો ભરૂચના આર કે કાસ્ટા ના સી વિંગ માં મકાન નંબર ૪૦૧ માંથી કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા તેને સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો છે અને બે દિવસ પહેલા મળી આવેલા આ કોરોના પોઝીટીવ બાદ તંત્ર એ આ મકાનને સૅનેટાઈઝ કે કોરન્ટાઈન કરાયું નથી અને આ વિસ્તાર ને પણ સૅનેટાઈઝ કરવામાં આવ્યું નથી તેવા આક્ષેપ સાથે સ્થાનિકોને પણ કોરોના થી સંક્રમિત થવાનો ભય સતાવી રહ્યો છે.ત્યારે તંત્રની આવી નિષ્કાળજી થી ભરૂચ જીલ્લામાં કોરોના વધુ વકરે તો નવાઈ નહિ.