ભરૂચનાં સાઈન્સ સ્પામાંથી વિદેશી યુવતીઓ સહિત ગ્રાહકો અને સંચાલક મળી ૪ ઝડપાયા
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચમાં વિદેશી યુવતીઓને બોલાવી મોટા પાયે મસાજ પાર્લર અને સ્પાની આડમાં દેહનો વેપાર ચાલતો હોવાના અનેકવાર વિસ્ફોટ થયા છે અને વિદેશી યુવતીઓ,ગ્રાહકો અને સંચાલકો પણ ઝડપાયા છે.ત્યારે ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલ સાઈન્સ સ્પા ઉપર રવિવારની સંધ્યાકાળે ભરૂચ એ ડિવિઝન પોલીસે દરોડા પાડી યુવતીઓને ગ્રાહક તેમજ સંચાલક મળી ૪ ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.ભરૂચની શ્રવણ ચોકડી ઉપર આવેલ સાઈન્સ સ્પામાં વિદેશી યુવતીઓને રાખી દેહ વેપાર ચાલતો હોવાનો સ્ટિંગ વીડિયો સામે આવતા રવિવારની સંધ્યાકાળે સમગ્ર મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચતા ભરૂચ એ ડિવિઝન પોલીસે ડમી ગ્રાહકને સાઈન્સ સ્પામાં મોકલી દરોડા પાડતા ૪ વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકો મળી આવતા વિદેશી યુવતીઓ અને ગ્રાહકોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
પોલીસની પૂછપરછમાં સંચાલક પંકજ નગીન પરમાર ઉ.વ.૩૪ રહે,સ્તવન સોસાયટી ચવાજ મૂળ રહે,ભક્તિ ધર્મ ટાઉનશીપ,પાલપોર કેનાલ રોડ,સુરત તેમજ ભાગીદાર વિરેન્દ્રસિંહ સરદારસિંહ માત્રોજા ઉ.વ.૩૮ રહે,શિવ સાલેગ્રામ કરજણ,પાદરા રોડ મૂળ રહે, વાસી કલ્લા ભરૂચ સહિત સોયેબ યુસુફ મોહંમદ પઠાણ ઉ.વ.૩૨ રહે,રોશન સોસાયટી અંકલેશ્વર અને ઈરફાન જમાલ મહંમદ પીંજારા ઉ.વ.૩૩ મહંમદી પાર્ક સોસાયટી ભરૂચ નાઓ હોવાનું ખુલ્યું હતું.પોલીસની રેડ દરમ્યાન સ્પાના કાઉન્ટર માંથી રોકડા રૂપિયા ૬,૦૦૦ તેમજ આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂપિયા ૨૦,૪૦૦ તેમજ ૪ મોબાઈલ ૨૦,૦૦૦ મળી કુલ ૪૦,૪૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસની વધુ પૂછપરછમાં સ્પા માંથી ઝડપાયેલા વિદેશી યુવતી થાઈલેન્ડની રહેવાસી વાન્ને ક્રિસીન અને નરૂનટ સુપબ તેમજ ઝરૂની નચાઈબુન સહિત મુંબઈ થાણે ની જુઈ મુઝીબર અખ્તર કાજી નામની યુવતીઓ મળી આવી હતી.જેમાંથી ત્રણ થાઈલેન્ડની અને એક મુંબઈની યુવતીઓ છેલ્લા એક મહિનાથી સ્પામાં કામ કરતી હોવાનું સામે આવ્યું હતું અને સંચાલક દ્વારા ગ્રાહકો પાસે થી ૨૦૦૦ રૂપિયા લઈ ૧૦૦૦ રૂપિયા સેક્સ વર્કર તરીકે કામ કરતી યુવતીઓને આપતો હતો અને ૧૦૦૦ રૂપિયા પોતાના આર્થિક ફાયદા માટે રાખતો હતો.
જેથી હાલ તો પોલીસે સંચાલક,ભાગીદાર અને ગ્રાહકો સામે ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫ અને ૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સ્પાની આડમાં દેહનો વેપાર ભરૂચ જીલ્લામાં ધમધમી રહ્યો છે.ત્યારે સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર ઉપર પોલીસે હાલ તો લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરતા અન્ય સ્પા સંચાલકો અને વિદેશી તેમજ સ્થાનિક યુવતીઓમાં ફફડાટ મચી ગયો છે.ત્યારે પોલીસ હજુ પણ અન્ય સ્પામાં ચાલતા દેહ વેપાર ઉપર દરોડા પાડી બંધ કરાવે તે જરૂરી છે.