Western Times News

Gujarati News

ભરૂચના આમદડા બસ સ્ટેન્ડ નજીક બોલેરો ગાડીને કન્ટેનરે અડફેટે લેતા એકનું મોત

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ દહેજ રોડ ઉપર આવેલ આમદડા ગામના બસ સ્ટેન્ડની પારો રોડની સાઈડમાં મુકેલ અને મરણ જનારનાઓએ ફરીયાદીની એક્સલ પુલર ગાડીની પાછળ પોતાની બોલેરો કેમ્પર ગાડી નં.જીજે ૦૬ એમડી ૬૮૯૯ મૂકી બોલેરો કેમ્પર ગાડીમાં વચ્ચેની શીટ પર સુઈ ગયેલ આ દરમ્યાન કન્ટેનર ગાડી નંબર જીજે ૦૫ એયુ ૬૩૨૯ ના ચાલકે પોતાના કબજામાંનુ કન્ટેનર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બોવેરો કેમ્પર ગાડી નં.જીજે ૦૬ એમડી ૬૮૯૯ સાથે જોરથી અથાડી બોલેરો ક્રેમ્પર ગાડીમાં સુતેલ ભુપેન્દ્રભાઈ જેઠાભાઈ પરમાર નાઓને ગંભીર પ્રકારની ઈજાઓ પોંહચાડી મોત નીપજાવી બોલેરો કેમ્પર ગાડી તથા આમદડા ગામનુ બસ સ્ટેન્ડ તોડી નાંખી નુકસાન કરી પોતાનુ કંન્ટેનર મુકી નાશી જતા ભરૂચ તાલુકા પોલીસ મથક માં ગુનો નોંધાતા પોલીસે આગળ ની કાર્યવાહી હાથધરી હતી.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૦૫/૦૩/૨૦૨૧ ના રોજ એક્સલ પુલર ગાડી નં.જીજે ૦૧ બીવાય ૭૧૯૯ માં બરોડા ઈશાન કંપની માંથી ચીમની ભરી દહેજ દિપક ફોર્ટીલાઈઝર કંપનીમાં ચીમની મુકવા માટે નીકળેલા આ મારી એક્સલ પુલર ગાડી ૧૦૬ ટાયર વાડી હોય અને તેમાં ભરેલ ચીમનીની લંબાઈ લાંબી હોય જેથી મારી ગાડીની તથા તેમા ભરેલ માલની સેફ્ટી માટે કંપની તરફથી આગળ પાછળ બે બોલેરો કેમ્પર ગાડીઓ ચાલે છે.જેમાં આગળ ચાલતી બોલેરો કેમ્પર ગાડી નં.જીજે ૨૭ ટીટી ૯૬૯૯ નો ડ્રાઈવર હસમુખસિંહ ગોપાલસિંહ ગોહીલ તેમજ પાછળ ચાઘતી બોલેરો કેમ્પર ગાડી નં. જીજે ૦૬ એમડી ૬૮૯૯ નો ડ્રાઈવર ભુપેન્દ્રભાઈ જેઠાભાઈ પરમાર નાઓ સાથે નીકળેલા.

આ દરમ્યાન તા.૦૭/૦૩/૨૦૨ર૧૨૦૨૧ના સાંજના આશરે છએક વાગ્યાના સુમારે આ ગાડીઓ ભરૂચના ભુવા ચોકડી પસાર કરી આમદડા બસસ્ટેન્ડ નજીક પોંહચતા દિવસ આથમી જવાથી સાધારણ અંધારૂ થઈ જતા આમરી આ ગાડીઓ વધુ પડતા અંધારામાં ચલાવી શકાય નહિ જેથી સાડા છ વાગ્યાના સુમારે ભરૂચ દહેજ રોડ ઉપર આવેલ આમદડા ગામના બસસ્ટેન્ડ પાસે રોડની સાઈડમાં મારી મોટી ગાડી પાર્ક કરેલી અને આગળ પાછળ બંનેવ બોલેરો કેમ્પર ગાડીઓ પાર્ક કરેલી અને સાઈડમાં સેફટીકોન તથા રિફ્લેફ્ટીંગ લાઈટ લગાવી અમો જમવાનુ જમી પરવારી અમો પોતપોતાની ગાડીમાં સુઈ ગયેલા.

ગાડી નં.જીજે ૦૬ એમડી ૬૮૯૯ નો ડ્રાઈવર ભુપેન્દ્રભાઈ જેઠાભાઈ પરમાર નાઓ તેની બોલેરો કૅમ્પર ગાડીની ડ્રાઈવર શીટની પાછળની શીટમાં સુઈ ગયેલો અને અન્ય લોકો પોતાની ગાડીઓમાં સુઈ ગયેલા આજરોજ તા.૦૮/૦૩/૨૦૨૧ ના વહેલી સવારના છુ મારી ગાડીમાં હતો તે વખતે સવારના આશરે સવા ચાર વાગ્યાના સુમારે જોરથી મારી ગાડીના પાછળના ભાગે એક્સીડન્ટ થવાનો અવાજ સંભળાતા છું મારી ગાડી માંથી નીચે ઉતરી જોયેલ તો

ગાડીના પાછળ ઉભેલ બોલેરો કેમ્પર ગાડી નં. જીજે ૦૬ એમડી ૬૮૯૯ને પાછળથી એક કન્ટેનર ગાડી નં.જીજે ૦૫ એયુ ૬૩૨૯ ભરૂચ તરફથી પુરઝડપે આવેલ અને આમદડા ગામનુ બસ સ્ટેન્ડ તોડી બોલેરો કૅમ્પર ગાડીના પાછળના ભાગે જોરથી અથાડતા આ બોલેરો કૅમ્પર ગાડી તે કન્ટેનર તથા અન્ય ગાડી વચ્ચે ભીંસાઈ ગયેલ અને બોલેરો કૅમ્પર ગાડીમાં સુતેલ ભુપેન્દ્રભાઈ જેઠાભાઈ પરમાર નાઓને ગળાના ભાગે તથા બંને પગના ભાગે,માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલ અને જેથી લોકોએ ભેગા થઈ આ તેઓને ગાડી માંથી બહાર કાઢતા ઘટના સ્થળ પર જ મરણ ગયેલ.જેથી તેઓની લાશ ભરૂચ સિવીલ હોસ્પીટલમાં લઈ આવી ભરૂચ તાલુકા પોલીસ મથક ફરીયાદ કરવામાં આવતા પોલીસે આગળ ની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.