ભરૂચના કોવીડ ૧૯ સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કારનો વિવાદ પુનઃ વકર્યો
પાલિકાએ ૬૦ દિવસમાં ૩.૬૦ લાખની ચુકવણી કરી હોવા છતાં પાલિકા ભીષમાં મુકાયું- રાત દિવસ મૃતદેહના અંતિમ સંસ્કાર સામે કામ મુજબનું મહેનતાણું ન મળતા કોન્ટ્રાકટ ન લંબાવવાનો વિવાદ વકર્યો હતો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં આરોગ્ય તંત્રના ચોપડે મૃત્યુ અંક ૨૮ ઉપર સ્થિર છે.પરતું રોજના ૮ થી ૧૦ મૃતદેહો અંતિમ સંસ્કાર અર્થે આવી રહ્યા છે.જેના કારણે અંતિમ સંસ્કાર માટે રાત દિવસ કરવા પડે છે.જેના કારણે નગર પાલિકા એ શહેરી પુરતો જ કોન્ટ્રકટ નક્કી કર્યો હતો.પરંતુ જીલ્લાના ૯ તાલુક માંથી મૃતદેહો અંતિમ સંસ્કાર નું ભારણ વધી જતા વેતન પણ કામગીરી મુજબ નહિ મળતા પુનઃ એક વખત વિવાદ સર્જાયો છે.ત્યારે પાંચ દિવસ માનવતા ની દ્રષ્ટિ એ સ્વયંસેવકો ની માંગણી નહી સંતોષાય તો કામગીરી અડગા રહેવાની જરૂર છે.
ભરૂચ જીલ્લા માં કોરોના ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓ જીવ પણ ગુમાવી રહ્યા છે અને કોરોના ની સારવાર લઈ જીવ ગુમાવતા મૃતદેહોના અંતિમ સંસ્કાર નો વિવાદ હરહમેશા ઉભો થયો છે.ત્યારે ફરી એકવાર કોરોના મૃતદેહ ના અંતિમ સંસ્કાર કરનારા સ્વયંસેવકો તેઓ ની સુરક્ષા ના મુદ્દે તંત્ર ની સામે બાયો ચઢાવી છે અને કોન્ટ્રકટ નગર પાલિકા દ્વારા માત્ર નગર પાલિકાની હદ માં આવતા હોસ્પીટલો માં કોરોના અને શંકાસ્પદ મૃતદેહો ના અંતિમ સંસ્કાર માટે નો કોન્ટ્રાકટ અપાયો હતો
https://westerntimesnews.in/news/72476
જેમાં સવાર ના ૭ થી સાંજ ના ૭ સુધી અંતિમ સંસ્કાર કરવા અંગે નો કોન્ટ્રાકટ અપાયો હતો.પરંતુ કોરોના ની સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓ મોત ની સંખ્યા માં વધારો થતા ભરૂચ જીલ્લા ના ૯ તાલુકા ની હોસ્પીટલો માં મૃત્યુ પામતા મૃતદેહો ના અંતિમ સંસ્કાર પણ અંકલેશ્વર ના દક્ષીણ છેડે ઉભું કરાયેલું કોવીડ ૧૯ સ્મશાન ખાતે કરવામાં આવતા હોવાના કારણે અંતિમ સંસ્કાર ની પ્રક્રિયા રાત દિવસ ચાલતી હોય અને સ્વયં સેવકો ને પણ સતત ખડેપગે રહી અંતિમક્રિયા કરવી પડતી હોવાના કારણે કામગીરી મુજબ ની વેતન ન મળતા ભરૂચ નગર પાલિકા નો કોન્ટ્રાકટ ૧૭ મી સપ્ટેમ્બર ના રોજ પૂર્ણ થતા રાત્રીએ સ્વયં સેવકો એ પાલિકા ના વાહનો પરત આપી દીધા હતા.
પરંતુ રાત્રી દરમ્યાન વિવિધ હોસ્પીટલો માં ૫ દર્દીઓના મોત થતા વેલ્ફેર હોસ્પીટલ માં મૃત્યુ પામેલા ના સ્વજનો સ્વયંસેવકો ના ઘરે પહોંચી આજીજી કરતા સ્વયંસેવકો એ માનવતા ની દ્રષ્ટિ એ સવારે અંતિમ સંસ્કાર કર્યા હતા અને પાંચ દિવસ સુધી મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરશે અને સ્વયંસેવકો ની માંગણી નહી સ્વીકારાય તો કોઈપણ મૃતદેહો ના અંતિમ સંસ્કાર નહિ કરવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારી છે.
કોરોના ની મહામારીના પગલે ભરૂચ નગર પાલિકાની હદ વિસ્તારમાં આવેલા હોસ્પીટલો માં કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓ સારવાર દરમ્યાન મોતને ભેટતા હતા.જે બાદ મૃતદેહો રઝળતા રહેતા પાલિકા એ માનવતા ની દ્રષ્ટિ એ મૃતદેહ રઝળતા ન રહે તેના માટે સવાર ના ૭ થી સાંજ ના ૭ સુધી મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરવા માટે ધર્મેશ સોલંકીને કોન્ટ્રાકટ અપાયો હતો અને દિવસ દીઠ ૬૦૦૦ રૂપિયા લેખે ૬૦ દિવસમાં ૩ લાખ ૬૦ હજાર રૂપિયાની ચુકવણી પણ કરી છે.તો બીજી તરફ નગર પાલિકાની હદ વિસ્તાર સિવાય જીલ્લાના અન્ય તાલુકાઓ માંથી આવતા મૃતદેહોના અંતિમ સંસ્કારનું ભારણ પણ વધ્યું છે.
પરંતુ તે જવાબદારી જે તે તંત્ર ની છે અને કોન્ટ્રાકટ લેનારની છે.પરંતુ હાલ મૃતદેહો ની સંખ્યા દિન પ્રતિદિન વધતા વિવાદ સર્જાયો છે.જેમાં ભરૂચ નગર પાલિકાએ માનવતાના ભાગરૂપે રૂપિયાનું ભારણ માથે લઈ કોન્ટ્રાકટ આપ્યો હતો.પરતું ભરૂચ શહેર વિસ્તારની બહારના મૃતદેહો આવતા હોય તો તેઓના અંતિમ સંસ્કાર કરવા કે નહિ કરવા તે કોન્ટ્રાકટ લેનારનો પ્રશ્ન છે તેમ પાલિકા પ્રમુખ સુરભીબેન તામાકુવાલાએ જણાવ્યું હતું.
તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે ઉભું કરાયેલું કોવીડ સ્મશાન માં કોન્ટ્રાકટ લેનાર દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.પરંતુ કોવીડ ૧૯ સ્મશાનમાં તેઓની મુલાકાત આરોગ્ય તંત્ર કે વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવતી નથી.જેના કારણે હવે તંત્ર પણ કોરોના થી ડરી રહ્યું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે.ત્યારે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર કોરોના દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરતા લોકોની સમસ્યા હલ કરવાની જરૂર છે.ત્યારે વારંવાર સર્જાતા વિવાદ ના પગલે વહીવટી તંત્ર પણ કોઈ યોગ્ય નિરાકરણ કરે તે જરૂરી છે.
નહીતર આવનાર સમયમાં મૃતદેહો રઝળતા થશે અને મોતનો મલાજો નહિ જળવાઈ તેવી દહેશત પણ લોકોમાં વર્તાઈ રહી છે. ભરૂચ જીલ્લામાં માર્ચ મહિના થી કોરોનાનું ખાતું ખુલી ચુક્યું હતું અને ત્યાર થી કોરોનાની સારવાર દરમ્યાન દર્દીઓના મોતનો સિલસિલો શરૂ થયો હતો.જે આજદિન સુધી માં તંત્ર દ્વારા ઉભું કરાયેલ કોવીડ સ્મશાનમાં કોરોના અને શંકાસ્પદ ૨૨૫ મૃતદેહોના અંતિમ સંસ્કાર અત્યાર સુધીમાં થઈ ચુક્યા છે.ત્યારે આરોગ્ય તંત્રના ચોપડે મૃત્યુનો આંકડો માત્ર ૨૮ ઉપર સ્થિર બતાવામાં આવી રહ્યો છે.ત્યારે શું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા મૃત્યુ આંકડો છુપાવવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે.
તો કોવીડ સ્મશાનનો સર્જાયેલ વિવાદના પગલે ૧૭ મી સપ્ટેમ્બરના રોજ નગર પાલિકાનો કોન્ટ્રાકટ પૂર્ણ થતા ૧૬મી સપ્ટેમ્બર થી જ નગર પલિકાની એમ્બ્યુલન્સ મૂકી કોન્ટ્રાકટ ન લંબાવવાની રજૂઆત કરી હતી અને મોડી રાત્રીએ સમગ્ર મામલો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.પરંતુ રાત્રીના ૧૧ થી સવાર ના ૭ વાગ્યા સુધીમાં વિવિધ હોસ્પિટલોમાં ૬ દર્દીઓના મોત થતા મૃતદેહોના સ્વજનોની સવારે જ રજૂઆત કરવા કોન્ટ્રાકટને કરવા પહોંચી જતા પાલિકાનો કોન્ટ્રાકટ લંબાવ્યો ન હોવા છતાં માનવતાની દ્રષ્ટિએ રૂપિયાની લાલચ વિના છ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાની કામગીરી શરૂ કરી હતી અને પાંચ દિવસ માનવતાની દ્રષ્ટિએ કોરોના અને શંકાસ્પદ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમ કોન્ટ્રાકટરે જણાવ્યું હતું.