ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીકથી ૧૨ કિલો ગાંજાના જથ્થા સાથે રિક્ષાચાલકની ધરપકડ

ગાંજાનો જથ્થો,રોકડ રૂપિયા,મોબાઈલ અને રીક્ષા મળી ૧,૨૦,૦૪૦ નો મુદ્દામાલ જપ્ત.
ભરૂચ: વડોદરા આર આર સેલ ની ટીમે બાતમીના આધારે ભરૂચના ગોલ્ડન બ્રિજ તરફ વોચ ગોઠવી અંકલેશ્વર તરફ થી આવેલી રીક્ષા ને ભરૂચ તરફ ના ગોલ્ડન બ્રિજના છેડે રોકી તેની તલાશી લેતા માંથી ૧૨ કિલો ગાંજો મળી આવતા પોલીસે રીક્ષા ચાલાક ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર વડોદરા ની આર આર સેલ ની ટીમ ને બાતમી મળી હતી કે અંકલેશ્વર તરફ થી ગાંજો ભરેલી રીક્ષા ભરૂચ નજીક થી પસાર થવાની છે.જે બાતમી ના આધારે વડોદરા ની આર આર સેલ ની ટીમે સ્થાનિક પોલીસ ને સાથે રાખી ભરૂચ ગોલ્ડાન બ્રિજ ના છેડે વોચ ગોઠવી હતી.
તે દરમ્યાન અંકલેશ્વર તરફ થી આવેલી રીક્ષા નંબર જીજે ૧૬ વી ૨૮૫૯ ના ચાલાકને રોકી તેની રીક્ષાની તલાશી લેતા તે માંથી ૧૨ કિલો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી તેની પુછપરછ કરતા તેનું નામ સલાઉદ્દીન ઉર્ફે ફારૂક ડોન હોવાનું જણાવતા પોલીસે આ ગાંજા નો જથ્થો ક્યાંથી લાવ્યો છે
તેમ પૂછતાં યોગ્ય જવાબ ન આપતા પોલીસે રીક્ષા ચાલક સલાઉદ્દીન ઉર્ફે ફારૂક ડોન ની ધરપકડ કરી ૧૨ કિલો ગાંજો,એક રીક્ષા,રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૨૦,૦૪૦ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે એ ભરૂચ માં ગાંજા ની હેરાફેરી મુદ્દે સ્થાનિક પોલીસ ઝડપી પાડવામાં નિષ્ફળ નીવડી રહી છે.કારણકે વડોદરા ની આર આર સેલ ની ટીમે ગાંજા નો જથ્થો ઝડપી પાડી સ્થાનિક પોલીસ ને પોતાની ફરજ માં નિષ્ક્રિયતા દાખવતા હોવાનો પુરાવો વડોદરા ની આર આર સેલ ની ટીમે આપ્યો હોય તેવી ચર્ચા એ ભારે જોર પકડયુ છે.