ભરૂચના દાંડિયા બજારનું અંબાજી મંદિર દર્શન અર્થે ખુલ્લુ મુકાતા ભક્તો ઉમટ્યા
મોટા અંબાજી મંદિરે માતાજીને નવ દિવસ જે સિંહાસન ઉપર બિરાજમાન કરાશે તે મુજબ ભરૂચના અંબાજી મંદિર ખાતે પણ વિવિધ સિંહાસનો ઉપર બિરાજમાન કરાશે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, સમગ્ર વિશ્વ કોરોના થી હચમચી ઉઠ્યું છે અને નવ મહિના તમામ ધાર્મિક સ્થળો બંધ રહ્યા બાદ માં જગદંબાની આરાધના ના પર્વ આસો નવરાત્રી નિમિત્તે સોશ્યલ ડિસ્ટન્સ સહિત ના પાલનો સાથે મોટા અંબાજી મંદિર જેટલું મહત્વ ધરાવતું ભરૂચ ની દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિર પણ ભક્તો માટે ખુલ્લું મુકાતા સવાર થી જ ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
ભરૂચ જીલ્લામાં આસો નવરાત્રી માં ગરબા ના આયોજન ની મંજૂરી મળી નથી પરંતુ માતાજીની ભક્તિ થકી નવરાત્રીની ઉજવણી કરવા માટે સરકાર ના કોવિડ ની ગાઈડ લાઈન મુજબ માતાજી ના મંદિરો ખુલ્લા મુકવામાં આવ્યા છે.ત્યારે મોટા અંબાજી મંદિરનું જેટલું મહત્વ રહેલું છે તેટલું જ ભરૂચ ના દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિર નું રહેલું છે.જેના ભાગરૂપે મોટા અંબાજી મંદિરે માતાજી ની નવ દિવસ હાથી,વાઘ,નંદની સહીત ના વિવિધ સિંહાસનો ઉપર બિરાજમાન થશે તે મુજબ ભરૂચ ના શક્તિપીઠ અંબાજી મંદિર ના માતાજી ને પણ વિવિધ સિંહાસનો ઉપર બિરાજમાન કરવામાં આવે છે અને મોટા અંબાજી મંદિર માં ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે
તે પ્રમાણે ભરૂચ ના અંબાજી મંદિરે પણ કરવામાં આવે છે.જેથી આ મંદિર નું પણ વધારે મહત્વ રહેલું છે.જેથી શક્તિપીઠ અંબાજી મંદિરે સમગ્ર ભરૂચ જીલ્લા માંથી ભક્તો દર્શન અર્થે ઉમટી રહ્યા છે અને સરકાર ના નિયમો નું પણ ચુસ્ત પાલન ભક્તો ને કરાવવામાં આવી રહ્યું છે.નવ દિવસ માતાજીની ભક્તિ થકી સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવનાર હોવાનું શક્તિપીઠ મંદિરના મહંત મનોહરગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કોરોના ના કહેર થી હજુપણ લોકો ડરી રહ્યા છે.જેના પગલે ભક્તો મંદિરે જવા માટે પણ ખચકાઈ રહ્યા છે અને મંદિરો માં ભક્તો ની પાંખી હાજરી જોવા મળી રહી છે.