ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટની ૩૦ બિલ્ડિંગના ૫૦૦ લોકોને પાલિકાની નળ કનેકશન કાપી નાંખવાની નોટિસ
જર્જરીત ઈમારત માંથી નીકળી જવા માટે નોટિસ આપવા છતાં જર્જરિત મિલ્કત ખાલી ન કરતા પાલિકા એક્શનમાં.
જર્જરિત ઈમારત માંથી લોકોની નીકરવા તૈયાર ન હોવાના કારણે પાલિકાએ આપી નળ કનેક્શન કાપી નાખવાની આપી નોટિસ- તાજેતરમાં વરસી રહેલા વરસાદના પગલે અનેક બિલ્ડિંગના મોટા પોપડા પડ્યા લોકો ઈજાગ્રસ્ત પણ થયા- ૩૦ બિલ્ડિંગના ૫૦૦ મકાનો જર્જરિત ઈમારત માંથી નીકળી જવા પાલિકાની લાલ આંખ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના ન્યાયાલયની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ ની ૩૦ જેટલી બિલ્ડીંગ કે જે નર્મદા એપાર્ટમેન્ટ તરીકે ઓળખાઈ રહી છે.જે સમગ્ર બિલ્ડીંગો જર્જરિત થઈ જતા કેટલીવાર મસ્તમસમોટા પોપડા પાડવાની પણ ઘટના સામે આવતા ભરૂચ નગરપાલિકા ઈમારત માંથી ખસી જવાની નોટિસ આપવા છતાં લોકો જર્જરીત ઈમારત માંથી નીકળવા તૈયાર ન હોવાના કારણે ભરૂચ નગરપાલિકાએ કનેકશન કાપી નાંખવાની નોટિસ ફટકારતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ન્યાયાલય ની સામે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ની નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડિંગો અત્યંત જર્જરિત થઈ ગઈ છે.જેમાં કેટલાએ વકીલોની ઓફિસો પણ આવેલી છે અને ઘણા વ્યવસાયો પણ આ જર્જરિત ઈમારતોમાં ચાલી રહ્યા છે અને કેટલાય લોકો રહેણાક પણ કરી રહ્યા છે. નર્મદા એપાર્ટમેન્ટની ઓફીસ બિલ્ડીંગ જર્જરિત થઇ જતાં ૫૦૦ પરિવારોને સુરક્ષિત ખસી જવા માટે ભરૂચ નગર પાલિકા અને ત્રણ મહિના પહેલા નોટિસ ફટકારી હતી.છતાં પણ લોકો જર્જરીત ઈમારત માંથી નીકળવા તૈયાર ન હોવાના કારણે આખરે ભરૂચ નગરપાલિકા એ જર્જરિત ઈમારતમાં રહેતા ૫૦૦ પરિવારોને નળ કનેકશન કાપી નાંખવાની નોટિસ ફટકારી છે.છતાં પણ લોકો ઝડપથી ઈમારત માંથી નીકળવા તૈયાર નથી.
ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ જણાવ્યું હતું કે જર્જરિત ઈમારતો ધસી પડે અને કોઈ મોટી હોનારત સર્જાય તો ભરૂચ નગર પાલિકાના માથે માછલાં ધોવાતાં હોય છે.જેના કારણે જર્જરિત ઈમારતમાં રહેલા તમામ લોકો સ્વૈચ્છિક અન્ય સ્થળે ખસી જાય તે માટે કનેકશન કાપી નાંખવાની નોટિસ આપી છે અને ટૂંક સમયમાં કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.