ભરૂચના નાંદ ગામના સરપંચ અને વચેટીયો 22 હજારની લાંચ લેતા ઝડપાયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં નાંદ ગ્રામ પંચાયત આવેલી છે જે ગ્રામ પંચાયતની હદમાં કોન્ટ્રાક્ટર એ કામ કર્યું હોય તેના બિલ પાસ કરાવવા માટે સરપંચ છે.
રૂપિયા ૨૨ હજારની માંગણી લાંચ પેટે કરતા સરપંચ અને તેનો વચેટીઓ ભરૂચના સ્ટેશન રોડ પાસે આવેલી ડિસ્ટ્રીક બેંક પાસે લાંચની રકમ સ્વીકારતા જ રંગે હાથ ઝડપાઈ જતા કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં ફરીયાદીનાઓને નાંદ ગ્રામ પંચાયતના કામનો કોન્ટ્રાક્ટ મળતા તે કામ પુર્ણ કરી તે કામના બિલો મંજુર થઈ આવેલા જેમા તલાટી કમ મંત્રીની સહીઓ થઈ ગયેલ હતી અને સરપંચ રતિલાલ વિઠ્ઠલભાઈ વસાવાની સહીં બાકી હતી જે સહી કરાવવા માટે આ કામના ફરીયાદીનાઓ પાસે અવારનવાર સરપંચ રતિલાલ વિઠ્ઠલભાઈ વસાવાએ રૂબરૂ મળેલ
અને સહી કરવા જણાવતા ફરીયાદીના ચેક પર સહી ન કરી ફરીયાદી પાસે ચેકમાં સહી કરવાના રૂપિયા ૨૨ હજારની લાંચની માંગણી કરેલ જે લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ભરૂચના સ્ટેશન નજીક ડિસ્ટ્રીક બેંકના ર્પાકિંગ પાસે લાંચના રૂપિયા ફરિયાદી આપવા ગયા હતા જ્યાં વચેટીયો લખુભાઈ છોટુભાઈ વસાવા લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાય ગયો હતો.